Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

શનિવારે સમસ્ત મોચી સમાજના રાસોત્સવ

રાજકોટ, તા. ૧૮ : શ્રી સમસ્ત મોચી સમાજ રાજકોટ દ્વારા આયોજીત તા.૨૦ને શનિવારે સાંજે ૭ થી જ્ઞાતિનો ભવ્ય સમૂહ રાસોત્સવ રોયલ રજવાડી રાસોત્સવ ગ્રાઉન્ડ, નાના મૌવા મેઈન રોડ, સીઝન્સ-૩ હોટલની સામે રાજકોટ ખાતે યોજાશે.

જ્ઞાતિના કાર્યકરો શ્રી અમિતભાઇ વાળા, નિલેશભાઈ વાઘેલા, જયદીપભાઈ જેઠવા, ભરતભાઈ પરમાર, સંજયભાઈ પરમાર, રાજેશભાઈ જેઠવા, વિપુલભાઈ વાઢીયા, હિતેષભાઈ ચુડાસમા, સુમંતભાઈ વાળા તથા સત્સંગી સેવક મનસુખભાઈ એમ. પરમાર આયોજનમાં જોડાયા છે.

આ રાસોત્સવમાં પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, મેયર શ્રી બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી વિ. ઉપસ્થિત રહેશે. પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસમાં પ્રથમ ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર વિજેતા ખેલૈયાઓને ઈનામ અર્પણ કરવામાં આવશે.

તસ્વીરમાં સર્વેશ્રી અમિતભાઈ વાળા, નિલેશભાઈ વાઘેલા, જયદીપભાઈ જેઠવા, ભરતભાઈ પરમાર, સંજયભાઈ પરમાર, રાજેશભાઈ જેઠવા, વિપુલભાઈ વાઢીયા, હિતેશભાઈ ચુડાસમા, સુમંતભાઈ વાળા, મનસુખભાઈ પરમાર અને લાલજીભાઈ ગોહેલ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૩૭.૧૦)

 

(3:46 pm IST)
  • મીટુ વિવાદ : એમ.જે. અકબરનું ૩૧મીએ નિવેદન લેવાશે : વધુ સુનાવણી તે જ દિવસેઃ એમ.જે. અકબર કોર્ટમાં હાજર ન રહ્યોઃ ગીતા લુથરા લડે છે તેમનો કેસ access_time 3:38 pm IST

  • આવતીકાલે શુક્રવારે પણ ઇંધણના ભાવમાં મળશે રાહત :પેટ્રોલ -ડીઝલના ભાવમાં થશે ઘટાડો : પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં સંભવત 10 પૈસા સુધીનો ઘટાડો કરાય તેવી શકયતા : એકધારા વધતા ભાવથી ત્રાહિમામ લોકોને મળશે હળવી રાહત access_time 11:58 pm IST

  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST