Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રાજકોટ જીલ્લામાં એકતા યાત્રાઃ ૧૬૦ ગામોમાં રથ ફરશે

 રાજકોટઃ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતીના પ્રસંગે તા.૨૦થી રાજકોટ જીલ્લામાં એકતાયાત્રા રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા તથા ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા અને પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયાએ ઉપસ્થિત મંડળના પ્રમુખ-મહામંત્રી તથા અપેક્ષિત કાર્યકર્તાઓને માહિતી આપતા જણાવ્યું હતું કે, સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રાના રાજકોટ જીલ્લાના સંપૂર્ણ ઇન્ચાર્જ તરીકે રાજકોટ જીલ્લા મહામંત્રી ભાનુભાઇ મેતા તથા સહ-ઇન્ચાર્જ તરીકે વિજયભાઇ કોરાટ તથા ગૌતમભાઇ કાનગડને જવાબદારી સોંપવામાં આવી છે. ભાનુભાઇ મેતાએ જણાવ્યું હતું કે, એકતાયાત્રા બે તબકકામાં યોજાશે જેમાં પ્રથમ તબકકામાં તા.૨૦થી તા.૨૯ સુધીમાં રાજકોટ, પડધરી, લોધીકા, કોટડાસાંગાણી, ગોંડલના તમામ મોટા ભાગના ગામોને આવરી લેવામાં આવશે. ઉપરાંત પૂજન આરતી ત્યારબાદ સરદાર વલ્લભભાઇ પટેલની ડોકયુમેન્ટરી ફિલ્મ શો, તમામ ગામોમાં સ્થાનિક સભા, સાંસ્કૃતિક કાર્યક્રમો, સાહિત્ય વિતરણ સહીત સરદાર વલ્લભભાઇ પટેલના જીવન ચરિત્ર ઉપરની માહિતી આપવામાં આવશે. રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયાએ આ તકે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે ભારત દેશની આઝાદી બાદ દેશની એકતા અને અખંડિતતા જાળવવા ભારતના પ૬૨ રાજા-રજવાડાઓનુ એકત્રિકરણ કરીને દેશની એકતા જાળવવા બહુ મોટુ યોગદાન આપેલ છે. આ એકતાયાત્રાના રાજકોટ તાલુકાના ઇન્ચાર્જ તરીકે શ્રી વલ્લભભાઇ શેખલીયા તથા સહ-ઇન્ચાર્જ તરીકે શૈલેષભાઇ અજાણી અને વિક્રમભાઇ ખીમાણીયા, લોધિકા તાલુકાના ઇન્ચાર્જ તરીકે ભરતસિંહ જાડેજા તથા સહ-ઇન્ચાર્જ તરીકે લાખાભાઇ ચોવટિયા અને હરભમભાઇ કુંગશીયા અને મોહનભાઇ ખૂંટ કોટડાસાંગાણી તાલુકાના ઇન્ચાર્જ તરીકે અરવિંદભાઇ સિંધવ અને સહ-ઇન્ચાર્જ તરીકે અમિતભાઇ પડાળીયા અને સહદેવસિંહ જાડેજા, પડધરી તાલુકાના ઇન્ચાર્જ તરીકે હઠુભા જાડેજા અને સહ-ઇન્ચાર્જ તરીકે પ્રવીણભાઇ હેરમા, મનોજભાઇ પેઢડીયા, ગોંડલ શહેરના ઇન્ચાર્જ તરીકે શશીકાંતભાઇ રૈયાણી અને સહ-ઇન્ચાર્જ તરીકે લલીતભાઇ ફીનાવા અને મહેશભાઇ ગોહીલ, અશોકભાઇ પીપળીયા, ગોંડલ તાલુકાના ઇન્ચાર્જ તરીકે અલ્પેશભાઇ ઢોલરીયા તથા સહ-ઇન્ચાર્જ તરીકે પ્રફુલભાઇ ટોળિયા અને જીતુભાઇ જીવાણીને પ્રથમ તબકકાની રથયાત્રાની જવાબદારી સોંપવામાં આવેલ છે. તેમ જીલ્લા મીડિયા જણાવે છે.(૨૩.૯)

(3:45 pm IST)