Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

આશાપુરા મંદિરે રાજ પરિવાર દ્વારા અષ્ટમી યજ્ઞ

અગ્નિ દેવ સ્વાઃ નવરાત્રીના નવલા દિવસોમાં જગતજનની રાજરાજેશ્વરી માં શકિતની પૂજા અર્ચના અને આરાધના આસ્થાભેર કરવામાં આવે છે. નવરાત્રીનો પર્વ ભકિત દ્વારા શકિત પ્રાપ્ત કરવાનો મહાપર્વ છે. અધર્મ ઉપર ધર્મ અને અસત્ય પર સત્ય અને આસુરી શકિત પર સુરા શકિતના વિજયનો મહાપર્વ હોય, હવનાષ્ટમીના દિને શહેરના પેલેસ રોડ ખાતે આવેલ જાડેજા કુટુંબના કુળદેવી આશાપુરા માં ના મંદિર ખાતે હવન યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા અને યુવરાજ શ્રી જયદીપસિંહજી જાડેજા ઓફ રાજકોટ તથા રાજપરિવારના સદસ્યોએ હવનનો ધર્મલાભ લઈ હવન આરતી અને બિડું હોમ્યુ હતું તે પ્રસંગની વિવિધ તસ્વીરો. હવનાષ્ટમીના પવિત્ર દિવસે શહેરના ધર્મ-પ્રેમી શકિત ભકતોએ શાસ્ત્રોકત વિધિ-વિધાનથી યોજાયેલ હવનનો લાભ લઈ આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી. હવન પ્રસંગે શ્રી કિર્તીરાજસિંહ જાડેજા-રાજપરા, ઈન્દ્રશેખરસિંહ જાડેજા વચલી ઘોડી, દૈવતસિંહ જાડેજા-ચાંદલી, વિજયસિંહ જાડેજા-રાતૈયા, હનુમંતસિંહ ઝાલા-દુધરેજ, નિલરાજસિંહ જાડેજા-ચાંદલી, યોગરાજસિંહ જાડેજા-જાબિડા, રાજદીપસિંહ (બનાભાઈ) જાડેજા-કાંગશિયાળી, પ્રદ્યુમનસિંહ જાડેજા-સાંગણવા, છત્રસિંહ જાડેજા-વડાળી, વનરાજસિંહ જાડેજા-વાવડી, પ્રાદિત્યસિંહ વાળા-ઢાંક, હિતેન્દ્રસિંહ વાઘેલા-બકરાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા-ઢોલરા, ગજેન્દ્રસિંહ જાડેજા-જાબિડા, શકિતસિંહ જાડેજા-વડાળી, સિદ્ધરાજસિંહ જાડેજા-વડીયા અને માઈ ભકતો ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રોકત વિધિવિધાનથી હવન કાર્ય રાજશાસ્ત્રી શ્રી ભરતભાઈ ભટ્ટ, યજ્ઞેશભાઈ ભટ્ટ, જયેશભાઈ ભટ્ટ, જીતુભાઈ ભટ્ટ, વિશ્વેષભાઈ ભટ્ટ, મનિષભાઈ જોશી, કિરીટભાઈ ભટ્ટ, પ્રશાંતભાઈ ત્રિવેદી, રાજેશભાઈ પંડયા, પ્રફુલભાઈ જોશી, જયભાઈ ભોગયતા વિગેરે એ પૂર્ણ કરેલ હતું.

(3:43 pm IST)