Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજ દ્વારા શનિવારે 'બાય બાય નવરાત્રી' એક દિવસીય રાસોત્સવ

રાજકોટ તા. ૧૮ : નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજ દ્વારા સતત ચોથા વર્ષે નવરાત્રી અંતર્ગત એક દિવસીય રાસોત્સવનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જ્ઞાતિ આગેવાનોએ જણાવેલ કે 'બાય બાય નવરાત્રી' શીર્ષકથી તા. ૨૦ ના શનિવારે સાંજે ૬ વાગ્યાથી વિશ્વકર્મા કેળવણી મંડળની વાડી, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે આયોજીત આ રાસોત્સવમાં પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ, વેલ એકશનના ઇનામો અપાશે.

અંદાજીત ૨ હજાર લોકો આ રાસોત્સવમાં ઉપસ્થિત રહેશે. જ્ઞાતિબંધુઓ માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરાઇ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા યુવા પ્રમુખ શૈલેષભાઇ એન. વ્યાસ (એડવોકેટ)ની આગેવાની હેઠળ દિપકભાઇ સી. જોશી, અંબરીષભાઇ જે. વ્યાસ (ઉપપ્રમુખ), ઉમેશભાઇ યુ. ભટ્ટ (મહામંત્રી), પ્રકાશભાઇ મહેતા (સહમંત્રી), જગદીશભાઇ ઉપાધ્યાય (સંગઠન મંત્રી), ગૌરાંગભાઇ રાજયગુરૂ (ખજાનચી), રાજેન્દ્રભાઇ ઠાકર (સહ ખજાનચી), કારોબારી સભ્યો કમલેશ ભટ્ટ, સનતભાઇ પંડયા, શૈલેષભાઇ પંડયા (એડવોકેટ), અલકેશભાઇ મહેતા, જયદીપ ઉપાધ્યાય જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા ઉમેશભાઇ ભટ્ટ (મો.૯૪૨૬૪ ૭૩૬૦૭), જગદીશભાઇ ઉપાધ્યાય, રાજેન્દ્રભાઇ ઠાકર, સનતભાઇ પંડયા, જયદીપભાઇ ઉપાધ્યાય (મો.૯૪૦૯૩ ૦૩૩૩૫) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:42 pm IST)
  • રાજકોટ:સ્વાઈન ફ્લૂના વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામના 45 વર્ષીય પુરુષનું સ્વાઈન ફ્લૂથી મોત:ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત:ચાલુ વર્ષે સ્વાઈન ફલૂ થી મૃત્યુ આંક 25 પહોંચ્યો:ચાલુ વર્ષે કુલ 109 પોઝિટિવ કેશ નોંધાયા છે access_time 1:13 pm IST

  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST

  • રામ મંદિર માટે સરકાર કાયદો ઘડેઃ મોહન ભાગવતઃ નાગપુરમાં આયોજીત કાર્યક્રમમાં રામમંદિર મુદ્દે આપ્યુ મોટુ નિવેદન access_time 11:04 am IST