Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કાલે સવારે શસ્ત્રપૂજન શહિદી વંદના કાર્યક્રમ

રાજકોટ તા.૧૮: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આવતીકાલે વિજયાદશમી મહોત્સવ નિમિતે રેસકોર્ષ મેદાન ખાતે શસ્ત્રપૂજન તથા શહિદી વંદના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ અંગે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા કરણી સેનાનાં હોદેદારોએ વિસ્તૃત વિગતો આપતા જણાવેલ કે, રાજપૂત ક્ષત્રિયનો કુળધર્મ, ગોૈવંશ, બ્રાહ્મણ, આબાલ વૃદ્ધ મનુષ્ય, જીવસૃષ્ટિ, માતૃભૂમિ તેમજ ધર્મનો રક્ષણ કરવાનો છે. રાજપૂત કુળધર્મના પાલનાર્થ હંમેશ સજ્જ રહે છે. શસ્ત્ર તેના માટે શકિત છે, શસ્ત્ર જ તેનો પ્રાણ છે. શુરવીર, ધૈર્યવાન, દાનવીર રાજપૂતોનો ગોૈરવવંતો ઇતિહાસ યુદ્ધ મેદાન-શસ્ત્રો સાથે જોડાયેલો છે. તેથી સોૈ બંધુઓ સાથે મળીને શસ્ત્રપૂજન કરીને રાજપૂતોના ગોૈરવવંતા ઇતિહાસને અને પુર્વજોના ભવ્ય વિરાસતને ઉજાગર કરશે આથી સર્વે રાજપૂત બંધુઓ યુવાનોને વિજયા દશમીના દિવસે સમાજની સંઘ શકિતનું દર્શન કરાવવા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં પધારવા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ક્ષત્રિય રાજપૂતાનાના તમામ સંગઠનોને આહ્વાન કરે છે. કાર્યક્રમ આવતીકાલે તારીખ ૧૯-૧૦-૨૦૧૮, શુક્રવારે સહિયર ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે યોજાશે.

જેમાં સવારે ૮:૩૦ કલાકે શહિદ વંદના ત્યારબાદ સવારે ૯ કલાકે ''વૈદિક મંત્રોચ્ચાર'' સાથે શસ્ત્રપૂજન અને ૯:૩૦ કલાકે રેલી પ્રસ્થાન થશે.

આ શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં સમાજના અગ્રણી રમેશભાઇ ચોૈહાણ,અરૂણસિંહ સોલંકી, ગોવિંદભાઇ ડોડિયા, મહેશભાઇ રાજપૂત, ચંદુભા પરમાર, યુવરાજસિંહ ડોડીયા, મનોજસિંહ ડોડિયા, જયદિપસિંહ ભાટી, મોલિકસિંહવાઢેર, યોગરાજસિંહ તલાટીયા, જે.વી. હેરમા, હીતુભા ડોડિયા, રમેશસિંહ જાદવ, ભુપતસિંહ જાદવ, જયદિપસિંહ ડોડિયા, સહદેવસિંહ હેરમા, ભાવસિંહ ડોડિયા, સંજયસિંહ વાઘેલા, હીતેશસિંહ રાઠોડ, ઝીણાભાઇ ચાવડા, અશોકસિંહ પરમાર, મોહનસિંહ ડોડિયા, જયદિપસિંહ દેવડા, લાલભા ડોડિયા, કાનજી ચોૈહાણ, મનોજ ઝાલા, ભયલુભા ચોૈહાણ વિગેરે સમાજ અગ્રણીશ્રી ઉપસ્થિત રહેશે. તો તમામ સમાજના ભાઇઓએ બહોળી સંખ્યામાં અચુક હાજરી આપવાઅનુરોધ કરાયો છે.(૧.૨૪)

(3:42 pm IST)
  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST

  • રાજકોટ:સ્વાઈન ફ્લૂના વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામના 45 વર્ષીય પુરુષનું સ્વાઈન ફ્લૂથી મોત:ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત:ચાલુ વર્ષે સ્વાઈન ફલૂ થી મૃત્યુ આંક 25 પહોંચ્યો:ચાલુ વર્ષે કુલ 109 પોઝિટિવ કેશ નોંધાયા છે access_time 1:13 pm IST

  • સુરતમાં હત્યાનો દોર યથાવત:જહાંગીરપૂરા વિસ્તારમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ:રસીદ ઉર્ફે બાબુ નામના યુવકની થઈ હત્યા :જૂની અદાવતમાં યુવકને ઉતારી દીધું મોતના ઘાટ:મૃતક રસીદ માથે ભારે શખ્સ હોવાની વાત:જહાંગીરપૂરા પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી access_time 1:45 pm IST