Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

યુપીના મુસ્લિમ યુવાનની હત્યા પાછળ 'લફરૂ' કારણભૂતઃ પોલીસ ભેદ ઉકેલવાની તદ્દન નજીક પહોંચી

રાજકોટઃ ગત રાત્રે કોઠારીયા સોલવન્ટના બરકતીનગરમાં રહેતાં મુળ ઉત્તરપ્રદેશના વતની મહેસરઅલી આકુબઅલી પીંજારા (ઉ.૨૫)ની તેના ઘર નજીક અજાણ્યા શખ્સોએ સાથળ,પગના પાછળના ભાગે તથા હાથ પર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતીઃ આ ઘટનાનો ભેદ ઉકેલવાની તદ્દન નજીક પોલીસ પહોંચ્યાનું જાણવા મળે છેઃ તામસી પ્રકૃતિના આ યુવાન સાથે કોને-કોને ઝઘડાઓ થયા હતાં અને અદાવત હતી? તે પ્રશ્નનો જવાબ મેળવવા પોલીસે સવારથી કવાયત આદરી હતી અને તુરંત માહિતી મળી હતીઃ ચર્ચાતી વિગત મુજબ આ હત્યામાં એકથી વધુ શખ્સો સામેલ હોવાની શંકા છેઃ હત્યા પાછળ મૃતક યુવાનના કોઇ સ્ત્રી સાથેના લફરાને કારણભુત માનવામાં આવે છેઃ સાંજ સુધીમાં ભેદ ઉકેલાઇ જવાનો આશાવાદ પોલીસ અધિકારીઓ દર્શાવે છે

 

(3:33 pm IST)
  • મીટુ વિવાદ : એમ.જે. અકબરનું ૩૧મીએ નિવેદન લેવાશે : વધુ સુનાવણી તે જ દિવસેઃ એમ.જે. અકબર કોર્ટમાં હાજર ન રહ્યોઃ ગીતા લુથરા લડે છે તેમનો કેસ access_time 3:38 pm IST

  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST