Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રવિવારે ડેનીસ આડેસરાની કોર્પોરેટ ઓફીસ શ્રીયા રીઅલ્ટી ઇન્કોર્પોરેશન- એનજીઓ બ્રહ્માંડ ફાઉન્ડેશનનું ઉદ્દઘાટનઃ સેવાકીય કાર્યો

થેલેસેમીયા પિડીતો માટે રકતદાન, ચક્ષુદાન-દેહદાનના સંકલ્પ, ચકલીના માળાનું વિતરણ વ્યસન મુકિત અભિયાન

રાજકોટ તા. ૧૮ : સૌરાષ્ટ્રના રીઅલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલા જાણીતા બિઝનેશમેન ડેનીસ આડેસરાની હાઇટેક, કોર્પોરેટ ઓફીસ ''શ્રીયા રીઅલ્ટી ઈન્કોર્પોરેશન તથા એનજીએ ''બ્રહ્માંડ ફાઉન્ડેશન''નું રવિવારે તા.ર૧ ના સવારે ૯ વાગ્યે પ્રાઇડવન, અક્ષર માર્ગ, અમીન માર્ગ, રાજકોટ ખાતે ઉદ્દઘાટન સમારોહ યોજાશે આ તકે અનેકવિધ સેવાકાર્યો કરવામાં આવશે. ઉદ્દઘાટન સમારોહ દરમ્યાન યોજેલ સેવાકીય પ્રવૃતિઓ, થેલેસેમિયા પીડિત બાળકો, દ્રદીનારાયણ, દરીદ્રનારાયણના લાભાર્થે પ૧ રકતદાતાઓ સ્વૈચ્છિક રકતદાન કરશે. ૧૦૧ જેટલા લોકો ચક્ષુદાન, અંગદાનનો સંકલ્પ કરશે ૩૦૦ જેટલા ચકલીના માળા નિઃશુલ્ક વિતરણ કરાશે. વ્યસનમુકિત અભિયાન, સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન, રાષ્ટ્રવાદ, સ્વદેશી, પંચગવ્ય આધારિત પ્રોડકટ્સનો પ્રચાર-પ્રસાર કરાશે આવનાર શુભેચ્છકો કોઇપણ પ્રકારની ગીફટ, બુકે, સ્મૃતિચિહૃન કે બુક ન લઇ આવે...જરૂર જ લાગતી હોય પોતાની લાગણી અનુસાર દાન યોગ્ય સંસ્થામાં અર્પણ કરે તેવી ઇચ્છા ડેનીસ આડેસરાએ વ્યકત કરી છે.

પરિવહનમંત્રી નીતીનભાઇ ગડકરીને મળીને આખા ભારતના ડ્રાઇવીંગ લાયસન્સમાં ઓર્ગન ડોનરની કોલમ ઉમેરાવી, જેનો ફાયદો ૩૦ કરોડ ૧૮ વર્ષથી નીચેના યુવાનોને થશે. સ્પીપામાં રહીને આઇએએસની તૈયારી કરેલ. યુપીએ સરકાર વખતે દિલ્હી પાર્લામેન્ટમાં મીટ એક્ષપોર્ટ પોલીસી વિષયક પ્રેઝન્ટેશન કરેલ જેનાથી આધુનિક કતલખાના માટેની ૧પ કરોડની સબસીડી એનડીએ સરકાર વખતે બંધ થઇ , ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ અને ઇન્ડીયા ઇન્સ્ટીટયુટ ઓફ રીઅલ એસ્ટેટ, પુણેનો એડવાન્સ ટ્રેઇનીંગ કોર્સ કરેલ છે. હાલ સૌરાષ્ટ્ર અને રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ફેસીલીટી, સ્કીન બેંક, બોન બેંક ટીસ્યુ બેંક ચાલુ થાય તેવા પ્રયત્નો કરવામાંં આવી રહ્ય છે. ધ્યેય દ્રઢ કરવામાંં આવે કે ૧ મહિનામાં પ દિવસ આત્માને આનંદ આવે એવું કાર્ય કરીશ તો આધ્યાત્મિક આનંદરૂપી સ્મિત આપણા મુખ પર કાયમ રહેશે, માનસીક સ્થિરતા આવશે અને મનુષ્યાવતાર સફળ થશે. આવા જ ઉદેશથી ભગવાન, માતાપિતા, કુટુંબીજનો, સંતોના આશીર્વાદથી અને મિત્રોની શુભકામનાઓથી નવી ઓફિસ ''શ્રીયા રીઅલ્ટી'' અને એનજીઓ ''બ્રહ્માંડ ફાઉન્ડેશન''નાખાતે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છ.ે

વધુ વિગત માટે મો.નં. ૭૬૦૦૪ ૩૪૩૪૩ અથવા મો.નં. ૭૬૦૦૬ પ૬પ૬પ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

(3:33 pm IST)
  • મીટુ વિવાદ : એમ.જે. અકબરનું ૩૧મીએ નિવેદન લેવાશે : વધુ સુનાવણી તે જ દિવસેઃ એમ.જે. અકબર કોર્ટમાં હાજર ન રહ્યોઃ ગીતા લુથરા લડે છે તેમનો કેસ access_time 3:38 pm IST

  • #MeToo ના આરોપ બાદ કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરે આપ્યું રાજીનામું : 20 જેટલી મહિલાએ લગાવ્યો હતો આરોપ : મને કાયદા પર પૂરો ભરોસો છે, મારા પર ખોટા આરોપો લગાવ્યા છે - એમ.જે. અકબર access_time 6:35 pm IST

  • પંજાબ-હરિયાણામાં માત્ર ત્રણ કલાક જ ફટાકડા ફોડી શકાશે :હાઇકોર્ટે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ આપ્યા :સાંજે 6-30થી 9-30 સુધી ત્રણ કલાક ફટાકડા ફોડવા આપી મંજૂરી :હાઇકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ ,આતીશબાજી એ સારી છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને આગ લગાડો access_time 1:15 am IST