Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ગોપી રાસોત્સવમાં પૂ. વૃજરાયજી મહારાજની પાવન ઉપસ્થિતિ

રાજકોટઃ. સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં પૂજ્યપાદ ગોસ્વામી વૃજરાયજી મહોદય મહારાજશ્રી (વડોદરા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સરગમ કલબના સુંદર આયોજન બદલ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ સમગ્ર ટીમને આશિર્વાદ આપતા તેઓએ જણાવ્યું હતું કે, સરગમ કલબ દ્વારા જાહેર જનતા માટે જે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે તે રાજકોટવાસીઓના સદ્ભાગ્ય છે. આ ઉપરાંત ગોપીરાસોત્સવમાં બુધવારે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. જેમાં ડો. હેમાંગ વસાવડા, જગદીશભાઇ ડોબરિયા, મનીષભાઇ માડેકા, બી.એમ. જાડેજા (લાયન્સ), કર્નલ રોહિત (એનસીસી), અશોકભાઇ ડોબરિયા, કાનાભાઇ બાંટવા (દિવ્ય ભાસ્કર), મહેન્દ્રભાઇ રાઠોડ, હરિસિંગભાઇ સુતરિયા, યુસુફભાઇ માંકડા (જોહર કાર્ડસ), યુસુફભાઇ જુણેજા, કોશિકભાઇ અકબરી, ઉમેશભાઇ પટેલ, ગોપીનાથ સાહેબ (આસીસ્ટન્ટ કમિશનર), નરેશભાઇ લોટિયા, વિક્રમભાઇ જૈન, અરવિંદભાઇ લીંબાસિયા, કમલેશભાઇ ખખ્ખર, વિનોદભાઇ પરસાણા, રમેશભાઇ ખુંટ, આશાબેન શાહ, લતાબેન તન્ના, છગનભાઇ બુસા, જૈનિસભાઇ અજમેરા, મનિષભાઇ ચાવડા, (કમિશનર સેન્ટ્રલ એકસાઇઝ), બી.કે. પંડયા (એમ.ડી. પીજીવીસીએલ), ઉમેશભાઇ મીના, ભાવેશભાઇ માંકડિયા, ડી.કે. સખિયા (જિલ્લા ભાજપ પ્રમુખ), કમલેશભાઇ આંબલિયા, દિપકભાઇ ઠુમ્મર, મયુરભાઇ ડોબરિયા, રાજુભાઇ મુંગલપરા, રામજીભાઇ વેકરિયા, રાજાભાઇ હિન્દુજા, જીતુભાઇ ચંદારાણા, જમનભાઇ પટેલ (ડેકોરા ગ્રુપ), મગનભાઇ પટેલ, મનીષભાઇ મહેતા (સિવિલ સર્જન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા અને તેઓના હસ્તે વિજેતા બહેનોને ઇનામ વિતરણ કરાયું હતું. ગોપી રાસોત્સવમાં મ્યુઝીક મેલોઝ ગ્રુપના રાજુભાઇ ત્રિવેદી પ્રસ્તુત ઓરર્કેસ્ટ્રાના સથવારે ગાયક કલાકારો હેમંત પંડયા (પુના), ગીતાંજલી જેઘે (મુંબઇ), નિલેશ પંડયા(રાજકોટ), સોનલ ગઢવી (રાજકોટ), અંબિકા સાઉન્ડ એન્ડ ડી.જે.(હિમાંશુભાઇ ચાવડા) ની ૫૦,૦૦૦ વોટસની સાઉન્ડ સિસ્ટમ સાથે ધૂમ મચાવી રહ્યા છે. આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે રેશ્માબેન સોલંકી, નિલુબેન મહેતા, માયાબેન પટેલ સેવા આપી રહ્યા છે. નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડિયા, સ્મીતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, કૌશિકભાઈ વ્યાસ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ, ગુણવંતભાઈ પરસાણા, મનસુખભાઈ રૂઘાણી, લક્ષ્મણભાઈ પટેલ વિગેરેની ટીમ કામે લાગી ગઈ છે. આ ઉપરાંત સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, હિનાબેન પારેખ, બીનાબેન વિઠલાણી, હીનાબેન ઠુંમર, મીનાક્ષીબેન જોષી, અમીબેન શાહ, જાગૃતિબેન આસોડિયા, અમીબેન દેસાઈ, રીટાબેન વેકરિયા સહિતના હોદેદારો તેમજ ૧૦૦થી વધુ કમિટી મેમ્બર પણ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:31 pm IST)
  • પંજાબ-હરિયાણામાં માત્ર ત્રણ કલાક જ ફટાકડા ફોડી શકાશે :હાઇકોર્ટે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ આપ્યા :સાંજે 6-30થી 9-30 સુધી ત્રણ કલાક ફટાકડા ફોડવા આપી મંજૂરી :હાઇકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ ,આતીશબાજી એ સારી છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને આગ લગાડો access_time 1:15 am IST

  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST

  • #MeToo ના આરોપ બાદ કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરે આપ્યું રાજીનામું : 20 જેટલી મહિલાએ લગાવ્યો હતો આરોપ : મને કાયદા પર પૂરો ભરોસો છે, મારા પર ખોટા આરોપો લગાવ્યા છે - એમ.જે. અકબર access_time 6:35 pm IST