Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

શિયાળાએ 'કમાડ' ઉઘાડયાઃ ઠંડી બોકાસો બોલાવવાના એંધાણ

મોસમ 'ફેશન શો' જેવીઃ સવારે ધુમ્મસ સાથે ટાઢ, બપોરે ધોમ તાપઃ રાત્રે મિશ્ર વાતાવરણઃ સ્વેટર, મોજા, મફલર શોધી રાખજોઃ રાજકોટમાં તા.ર૪ સુધી તાપમાનનો પારો ર૩ ડીગ્રી સુધી નીચે જઇ શકવાની આગાહી

રાજકોટ તા. ૧૮ ચોમાસાએ વિદાય લેતા શિયાળાનું મલપતી ચાલે આગમન થઇ રહ્યુ છે. આજે સવારે ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો જોવા મળેલ. સામાન્ય રીતે દિવાળી પછી ઠંડી શરૂ થતી હોય છે પરંતુ આ વખતે નોરતાથી જ ઠંડુ વાતાવરણ થવા લાગ્યુ છે.

ગયા વર્ષે ૧૯ ઓકટોબરે દિવાળી હતી. આ વરસે પરસોતમ મહિનાના કારણે દિવાળી મોડી (૭ નવેમ્બરે) છે. અત્યારે લોકોને એકથી વધુ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.  સવારે શિયાળા જેવી ઠંડી લાગે છે. બપોરે ઉનાળા જેવો તાપ લાગે છે. સાંજે અને  રાત્રે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. મોસમનો અત્યારનો મિજાજ જોતા નજીકના ભવિષ્યમાં જ બોકાસો બોલાવતી ઠંડી પડવાની ધારણા છે. લોકોએ ગરમ કપડા શોધી રાખવાનો સમય આવી ગયો છે.

હવામાન ખાતાના વર્તારા મુજબ રાજકોટમાં તા. ૧૮ થી ર૪ ઓકટોબર વચ્ચે મહત્તમ ૩૯ ડીગ્રી સુધી અને લઘુતમ ર૩ ડીગ્રી સુધી તાપમાન થઇ શકે છે.

 ઠંડીની જનજીવન ઉપરાંત ખેતી પર પણ અસર જોવા મળશે. શિયાળો સ્વાસ્થ્યવર્ધક ઋતુ ગણાય છે.

એક નઝર ઇધર ભી

ઇન્ટરનેટ પર વાંચવા મળેલ રમુજી વાત

બ્રેકીંગ ન્યુઝ

આનેવાલી કડાકે કી ઠંડકો દેખતે હુએ સરકાર કા એક બડા ફેસલા.

'ન્હાયે હુએ (સ્નાન કરેલા) વ્યકિત કો છૂનેવાલા વ્યકિત ભી ન્હાયા હુઆ માના જાયેગા....!'

જનહિત મેં જારી.... (પ-૧૯)

(11:46 am IST)
  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST