Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ત્રિકોણબાગ કા રાજાના પંડાલમાં સાંજે સત્યનારાયણ કથા- દાંડીયારાસ- ગરબાઃ કાલે વિસર્જન

રાજકોટઃ ગઈકાલે રાત્રે દુંદાળા દેવ ત્રિકોણબાગ કા રાજા સન્મુખ થયેલ એક કલાકની મધુર સંગીત સાથેની અખાડાની મહાઓમકાર આરતીમાં ત્રિકોણબાગ ચોક મઘમઘી ઉઠયો હતો.

જે રાત્રે ૮:૩૦ વાગ્યે કાજલ કથરેચા અને આશિષ કોટકના કંઠે ગવાયેલાં કર્ણપ્રિય ગુજરાતી ગીત, લોકગીતોનો કાર્યક્રમ છે, ત્યારબાદ દાંડિયારાસની રમઝટ બોલશે.

ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવનો આજે અંતિમ દિવસ કાલે સવારે ૧૦:૩૦ વાગ્યે પૂર્ણાહૂતિ પૂજા ત્રિકોણબાગ ચોક ખાતે જ રાખેલ છે.

મંગલ મૂર્તિ મહોત્સવમાં ગઈકાલે રીબડાના ક્ષત્રિય યુવા અગ્રણી રાજદીપસિંહ જાડેજા, યુવા સેના ટ્રસ્ટ, રાજકોટના પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ ઝાલા, સર્વસમાજ રાજશકિત ગ્રુપના પ્રમુખ પદ્મીનીબા વાળા તથા તેમની સેવાભાવી મહિલા ટીમના રૂપાલીબા જાડેજા, કોમલબેન પરમાર, સ્નેહાબેન, કિરણબા ઝાલા, શીલાબા, રેખાબા વાઢેર, વૈશાલીબા, મીતાલબા પરમાર, સોનલબા જાડેજા, નંદીનીબા, મોનાબા જાડેજા, ઈન્દ્રાબા જાડેજા, ઉવર્શીબા ઝાલા, સોનલબા જાડેજા, મિતલબા જાડેજા ટીમની સાથે કિર્તીરાજસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજા તેમજ પ્રિન્સેસ સ્કૂલના રવિભાઈ ભટ્ટ, મમતાબેન ભટ્ટનો પરિવાર, મંતવ્ય ન્યુઝના પલકીન કાચા, શ્યામભાઈ રાયચુરા દંપતી, હોમગાર્ડ- કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા, સુરેશભાઈ પટેલ, જીતેશ પુનવાણી, અરૂણભાઈ નિર્મળ, એડવોકેટ રાજુભાઈ સખરાણી, રાજકોટ મ્યુ.કોર્પોરેશન સાશકપક્ષના નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, અર્પિત ગણાત્રા, મહેશ મહેતા, મનિષાબેન ટાંક, જલારામધામ ઘંટેશ્વરના ભરતભાઈ અનડકટ, કલ્પેશભાઈ જોષી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ડો.પિનાબેન કોટક, અબતક મિડીયાના અભય ત્રિવેદી, સતિષ મહેતા, પ્રતિપાલ સિંહ ઝાલા, દર્શન વાડોલીયા, હરપાલભાઈ બારડ, ઉત્કર્ષ સ્કૂલના રૂપાબેન છાયા, સીંગર ચૈતાલીબેન છાયા, લીયો લાયન્સ કલબના હર્ષાંગભાઈ દવે, ઉત્કર્ષ સ્કૂલના અધ્યાપકો હિમાંશુ નથવાણી, નિરાલીબેન પટેલ, જે.એમ. જે. ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા વગેરેએ ગઈકાલે સમૂહ આરતીમાં હાજરી આપીને ગણપતિજીની વંદના કરી હતી.

આ જાજમાન ગણેશ ઉત્સવે સફળ બનાવવા જીમ્મીભાઈ અડવાણી, ચંદુભાઈ પાટડીયા, જયપાલસિંહ જાડેજા, નિલેશભાઈ ચૌહાણ, સંજયભાઈ ટાંક, કિશન સિધ્ધપુરા, બિપીન મકવાણા, પ્રકાશ જંજુવાડીયા, ભરત મકવાણા, નાગજી બાંભવા, રાજન દેસાણી, કાનાભાઈ સાનિયા, વિમલ નૈયા, વંદન ટાંક, ધવલભાઈ કાચા, ધવલભાઈ અડવાણી, હાર્દિક વિઠલાણી, સન્ની કોટેચા, અભિષેક કણસાગરા, હર્ષ રાણપરા, ભરત પરમાર, કરણ મકવાણા, યોગેન્દ્ર છનિયારા, બલીરામ ચૌહાણ, દર્શન જોશી, પીનાકીન ખાણદર, ચેતન પીઠડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:51 pm IST)