Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સર્વેશ્વર ચોક ગણપતિ મહોત્સવમાં અન્નકોટ દર્શન વેકસીનેશન કેમ્પ : કાલે વિસર્જન

રાજકોટ : સર્વેશ્વર ગ્રુપ દ્વારા યાજ્ઞિક રોડ ખાતે આયોજીત ગણેશ મહોત્સવમાં ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે દરરોજ સવાર સાંજ અને ૧૧:૩૦ કલાકે શયન આરતી કરવામાં આવે છે. માસ્ક પહેરીને જ પંડાલમાં પ્રવેશ આપવામાં આવે છે. આયોજકો દ્વારા માસ્કની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આઠમાં દિવસે આમંત્રિત મહેનમાનોની સાથે મહાઆરતી કરવામાં આવેલ. શુક્રવારે દુંદાળા દેવ સર્વેશ્વર ચોકના ચરણોમાં અન્નકોટના દર્શન રાખવામાં આવેલ. ૧૦૮ દીપ પ્રાગટ્ય કરેલ. સાથો સાથ વેકસીનેશન કેમ્પ રાખવામાં આવેલ. જેમાં ૨૬૦ થી વધારે લોકોએ વેકસીનનો લાભ લીધો હતો. રાત્રે મ્યુનિ. કમિશ્નરશ્રી અમિત કુમાર અરોરા તથા જીલ્લા પંચાયતના પ્રમુખ ભુતપભાઇ બોદર ઉપસ્થિત રહીને આયોજકોને આ સુંદર તેમજ સ્વચ્છ આયોજન કરવા અભિનંદન આપેલ. સર્વેશ્વર ચોક ગણપતિ મહોત્સવના પ્રમુખ કેતનભાઇ જણાવ્યા મુજબ આવતીકાલ રવિવારે સવારે ૧૦ વાગ્યુ સર્વેશ્વર ચોકથી વિસર્જન યાત્રા શરૂ થશે. આઠ દિવસની મહાઆરતીમાં મુકેશભાઇ દોશી પરિવાર (મોર્ડન), પુષ્પરાજસિંહ જાડેજા પરિવાર તેમજ ભરતસિંહ ગોહિલ પરિવાર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિતી રહી મહાઆરતીમાં સહભાગી થયા હતા. જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર પણ ઉપસ્થિત રહી અન્નકોટના દર્શન કરી સર્વે પ્રજાજનો સુખી અને નીરોગી રહે તેવી પ્રાર્થના કરી હતી.દુંદાળા ગણપતિના દર્શનનો સોશીયલ મીડિયા ફેસબુકમાં લાઇવ સાંજે ૭ થી ૧૧ વાગ્યે રાખવામાં આવશે. આજે ગણપતિ મહોત્સવનો છેલ્લો દિવસ હોય તમામ ભાવિકોને દર્શન કરવા ઉપસ્થિત રહે તેવો અનુરોધ કરાયો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા સર્વેશ્વર સાર્વજનિક ગણપતિ મહોત્સવના સર્વે કમિટી મેમ્બર, કેતનભાઇ સાપરિયા, જતિનભાઇ માનસતા, અલાઉદ્દીનભાઇ કારિયાણીયા, વિપુલભાઇ ગોહેલ, દર્શનભાઇ મહેતા, હિતેશભાઇ મહેતા, લાલાભાઇ મીર, કમલભાઇ કોઠારી, વિજયભાઇ ખેરડીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, રાજુભાઇ કિકાણી, ગુલાબસિંહ જાડેજા, સુધીરસિંહ જાડેજા, પ્રકાશભાઇ પુરોહિત, વિજયભાઇ સિંધવ, કેતનભાઇ ભટ્ટ, જયેશભાઇ જોશી, સમીરભાઇ દોશી, હિતેશભાઇ જેઠવા, અમિતભાઇ રાજ્યગુરૂ, વિપુલભાઇ ઠક્કર, અમિતભાઇ ચાવડા, પરેશભાઇ ડોડીયા, દિલીપસિંહ જાડેજા, કાનભા જાડેજા, અશોકભાઇ સામાણી, રાજુભાઇ પટેલ, મુકેશભાઇ વાઘેલા સાથે ૫૦ અન્ય કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર આયોજનમાં  દેવાંગભાઇ માંકડનું માર્ગદર્શન પણ મળી રહ્યું છે.

(3:56 pm IST)