Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ફોજદારી પ્રેકટીસ કરતાં વકીલો દ્વારા આગામી ૨૫મીએ જડેશ્વર પ્રવાસનું આયોજન

રાજકોટ,તા. ૧૮: રાજકોટના ફોજદારી પ્રેકિટસ કરતા વકીલશ્રીઓ દ્વારા આગામી તા. ૨૫/૯/૨૦૨૧ને શનિવારના રોજ 'નાના જડેશ્વર મહાદેવ મંદિર' ટંકારા -વાંકાનેર રોડ મુકામે એક દિવસના પ્રવાસ સાથે વકીલ સ્નેહ-ભોજન તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રવાસ તથા સ્નેહ-ભોજન રાજકોટમાં પ્રેકિટસ કરતા તમામ વકીલશ્રીઓ માટે પ્રવાસ રાખેલ છે. આ પ્રવાસ તથા સ્નેહ -ભોજનનાં કાર્યક્રમમાં આવનાર તમામ વકીલશ્રીઓ માટે રાજકોટ મોચી બજાર કોર્ટ પરિસરમાં સવારે ૭:૩૦  કલાકે ચા-ગાંઠીયાનો નાસ્તો કરી, પ્રવાસન સ્થળ 'નાના જડેશ્વર મહાદેવ મંદિર' ટંકારા-વાંકાનેર રોડ મુકામે જઇ મહાદેવને ધ્વજા ચઢાવવામાં આવશે. ત્યારબાદ સ્વિમિંગ પુલમાં વકિલો સ્વિમિંગની મજા માણશે. ત્યારબાદ રાજકોટમાં રમાયેલ ચેક-કેરમ ટુનામેન્ટનાં વિજેતા વકીલોનું શિલ્ડ આપી સન્માન કરી સ્નેહ ભોજનની શરૂઆત થશે. સ્નેહ-ભોજનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મ્યુઝીકલ પ્રોગ્રામ તેમજ રમત-ગમતનાં પ્રોગ્રામ કરી. રાજકોટના સિનિયર વકીલશ્રી રજનીબા રાણાનાં નિવાસ-સ્થાન 'તખ્ત વિલા' દિગ્વિજય નગર (પેડક), વાંકાનેર મુકામે ગરમા-ગરમ ભજીયા, ચા-કોફીની લિજ્જત માણી, આ કાર્યક્રમનું સમાપન કરી સૌ વકીલશ્રીઓ રાજકોટ મુકામે પરત આવશે.

આ જડેશ્વર પ્રવાસ તથા વકિલ સ્નેહ-ભોજનના કાર્યક્રમને સિનિયર -જુનીયર વકિલશ્રીઓનો ખુબ સારો સાથ -સહકાર અને પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ માટે આયોજન કમિટીનાં મેમ્બરશ્રી તુષારભાઇ બસલાણી, ભરતભાઇ હિરાણી, ધીમંતભાઇ જોશી, એલ.જે.રાઠોડ, દિવ્યેશ આર. મહેતા, રાજકુમાર હેરમા, હિતેન્દ્રસિંહ જાડેજા, કમલેશ રાવલ, રાજેન્દ્રસિંહ ગોહિલ, અશ્વિન ગોસાઇ, ડી.બી.બગડા, અશ્વિન મહાલિયા વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:48 pm IST)