Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

રામભાઇ મોકરીયાના નિવાસસ્થાને રાજયમંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી : પ્રજાલક્ષી સરકારી યોજનાનો લાભ આમ જનતા સુધી વધુમાં વધુ કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે ચર્ચા-વિચારણા

રાજકોટ : બ્રાહ્મણ સમાજનું ગૌરવ અને ગુજરાત રાજ્યમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે પસંદગી થયા બાદ  શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી રાજકોટ મુકામે બ્રહ્મ સમાજના મોભી અને રાજ્યસભાના ભાજપના સાંસદ શ્રી રામભાઈ મોકરિયાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત માટે પધાર્યા હતા તથા સાથે ભોજન કર્યું હતું. આ પ્રસંગે શ્રી રામભાઈ મોકરિયા એ ગુજરાત રાજ્યમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે પસંદગી થવા બદલ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને શુભેચ્છા પાઠવી હતી.  આ તકે મહેસુલી અને કાયદા મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ સાંસદ રામભાઇ મોકરીયા સાથે પ્રજાલક્ષી સરકારી યોજનાનો લાભ આમ જનતા સુધી વધુમાં વધુ કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી રામભાઈ મોકરિયા બાદ બ્રાહ્મણ સમાજના બીજા મોટા આગેવાનની ભારતીય જનતા પાર્ટીમા કેબિનેટ મંત્રી તરીકે નિમણુંક થયેલ છે.  આ પ્રસંગે ધારાસભ્ય  ગોવિદભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. પ્રથમ તસ્વીરમાં શ્રી રામભાઇ મોકરીયા, રાજયમંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, ગોવિંદભાઇ પટેલ, ડો. આર.યુ. મહેતા તથા બીજી તસ્વીરમાં શ્રી રામભાઇ મોકરીયા, શ્રીમતી શોભનાબેન મોકરીયા, પુત્રવધુ ડો. શૈલીબેન મોકરીયા રાજયમંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરતા નજરે પડે છે.

(3:00 pm IST)