Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

બ્રહ્મસમાજના બે દિગ્ગજો રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને રામભાઈ મોકરીયાની મુલાકાત

રાજકોટઃ રાજય સરકારની વિવિધ  યોજનાઓના લાભાર્થીઓને સહાય આપવા રાજકોટ આવેલા રાજય સરકારમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા મેહસુલ અને કાયદા મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ રાજયસભાનાં સાંસદ અને બ્રહ્મસમાજના અગ્રણી રામભાઈ મોકરીયાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજય સરકારમાં કેબીનેટ મંત્રી બન્યા બાદ પહેલી જ વખત રાજકોટ આવેલા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને સાંસદ રામભાઈ મોકરીયાએ આ  પ્રસંગે પ્રજાલક્ષી સરકારી યોજનાઓનો લાભ આમ જનતા સુધી વધુમાં વધુ કેમ પહોંચાડી શકાય એ અંગે ચર્ચાઓ કરી હતી.

(2:54 pm IST)