Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જંકશન પ્લોટ મનપાના આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ચેકઅપ ધનવંતરી રથની સેવાઃ લાભ લેવા અપીલ

રાજકોટ, તા., ૧૮: ગુજરાત સરકાર દ્વારા સંચાલીત રાજકોટ મહાનગર પાલીકા દ્વારા ચાલતા જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર જે જંકશન પ્લોટ આરોગ્ય કેનદ્ર જે જંકશન પ્લોટ શેરી નં. ૧પમાં આવેલ છે. જેમાં વિનામુલ્યે કોરોનાનો એન્ટીજન ટેસ્ટ તેમજ મેડીકલ ચેકપ કરી આપવામાં આવે છે. આ કેમ્પ નિષ્ણાંત તબીબી તેમજ તેમની નર્સીગ ટીમ દ્વારા કરવામાં આવે છે. તેમજ ચેકપ કર્યા પછીની જરૂરી દવાઓ પણ આરોગ્ય કેન્દ્રમાંથી નિઃશુલ્ક આપવામાં આવે છે.

દર્દીઓને ચેકઅપ બાદ જરૂરી દવાઓ પ્રાઇવેટ હોસ્પીટલોમાં ખુબ જ મોટો ચાર્જ વસુલીને કરવામાં આવે છે. તે આરોગ્ય કેન્દ્ર ઉપર તદન વિનામુલ્યે આપવામાં આવે છે. આથી વોર્ડ નં. ૩ ના તમામ વિસ્તારના લોકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જેમ બને તેમ વધુને વધુ આરોગ્ય કેન્દ્રનો લાભ લઇ અને તમે અને તમારા પરીવારને સુરક્ષીત અને સલામત રાખી તેમજ આરોગ્ય કેન્દ્ર દ્વારા ચાલતુ ધનવંતરી રથનો પણ વધુમાં વધુ ઉપયોગ કરો. વધુ માહીતી અને જાણકારી માટે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવા જણાવાયું છે.

(4:38 pm IST)