Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ત્રણ મોબાઇલની ચીલઝડપ કરનારા આનંદપરી અને રાહુલ ઝડપાયા

માલવીયાનગર પોલીસે બંનેને સ્વામીનારાયણ ચોકમાંથી દબોચ્યા

રાજકોટ તા. ૧૮: શહેરના અલગ-અલગ વિસ્તારમાં મોબાઇલ ફોનની ચીલઝડપ કરનારા બે શખ્સોને માલવીયાનગર પોલીસે બાતમીના આધારે સ્વામીનારાયણ ચોકમાંથી ઝડપી લીધા છે.

મળતી વિગત મુજબ મવડી સ્વામીનારાયણ ચોકમાં બે શખ્સો ચોરાઉ મોબાઇલ વેંચવા આવ્યા હોવાની માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. યુવરાજસિંહ જાડેજાને બાતમી મળતા પી.આઇ. કે. એન. ભુકણેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. કે. ઝાલા, હેડ કોન્સ્. મસરીભાઇ, યુવરાજસિંહ, ભાવીનભાઇ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ કછોટ તથા મહેશભાઇ ચાવડા સહિતે સ્વામીનારાયણ ચોક પાસેથી આનંદપરી મહેશપરી ગોસ્વામી (ઉ.વ.ર૦) (રહે. ન્યુ લક્ષ્મી સોસાયટી શેરી નં. ર) અને રાહુલ સુરેશભાઇ બોને (ઉ.વ. ૧૯) (રહે. રીબડા દીનેશ મશીન ટુલ્સ કારખાનામાં) ને ત્રણ ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા અટીકા ફાટક પાસે, ઢેબર રોડ રીધ્ધી સીધ્ધીના નાલા પાસે અને મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.ર પાસેથી મોબાઇલ ચીલઝડપ કર્યાની કબુલાત આપી હતી. પોલીસે ત્રણેય મોબાઇલ કબજે કરી કાર્યવાહી કરી હતી.

(4:36 pm IST)