Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

તાલુકા ભાજપ દ્વારા રકતદાન કેમ્પઃ રકતની ૭૦ બોટલો એકત્ર

રાજકોટઃ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિવસ નિમિતે ભાજપ દ્વારા ૨૦ સપ્ટેમ્બર 'સેવા સપ્તાહ' અંતર્ગત રાજકોટ તાલુકા યુવા ભાજપ અધ્યક્ષ પ્રવીણભાઈ સેગલીયાએ જણાવ્યું હતું કે બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ રાજકોટ તાલુકા પંચાયત ખાતે યોજાએલ. આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખખ ડી.કે. સખીયા, તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ સેખલિયા, રાજકોટ જીલ્લા યુવા મહામંત્રી રોહિતભાઈ વી.ચાવડા તાલુકા ભાજપ મહામંત્રી શેલેષભાઈ અજાણી, તાલુકા યુવા મોરચા મહામંત્રી નીશીતભાઈ ખુંટ તથા તાલુકા યુવા મોરચાના આગેવાનો મયંકભાઈ મણવર, આકાશભાઈ રવિયા, વિમલભાઈ ખડવી, મહેન્દ્રસિંહ ગોહિલ સહીતના યુવા મોરચાના કાર્યકર્તાઓએ ૭૦ બ્લડ બોટલો એકત્ર કરી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

(4:35 pm IST)
  • નવી એપ લોન્ચ : ફેસબુક બીઝનેસ સ્યૂટ : ફેસબુકે 'ફેસબુક બીઝનેસ સ્યૂટ'નામની નવી 'એપ'ની સુવિધા જાહેર કરી છેઃ જે મેસેન્જર,ઈન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર બીઝનેસ એકાઉન્ટ મેઈન્ટેઈન કરશેઃ આ નવી એપ્લીકેશનને 'ફેસબુક બીઝનેસ સ્યૂટ' કહેવાય છે access_time 4:06 pm IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • દુબઈમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉપર 15 દિવસ માટે પ્રતિબંધ : જયપુરથી આવેલી ફ્લાઈટમાં 1 પેસેન્જર કોરોના પોઝિટિવ હોવા છતાં સ્થાન અપાયું હોવાનું જણાતાં 2 ઓક્ટો.સુધી પ્રતિબંધ મૂકી દીધો access_time 1:06 pm IST