Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

વોર્ડ નં. ૧૫ ચોખ્ખો ચણાંક કરાયોઃ સફાઇ અભિયાન યોજાયું

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારાશહેરમાં સફાઈ અભિયાન અંતર્ગત વોર્ડ નં.૧૫માં વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં સફાઈ ઝુંબેશ અભિયાન યોજાયું હતું.આ તકે વોર્ડ નં.૧૫ના વોર્ડ ઓફિસર નિશાબેન જાદવ, એસ.આઈ., એસ.એસ.આઈ. તેમજ વોર્ડ નં.૧૫નો સ્ટાફ અને મેલેરિયા શાખાનો સ્ટાફ જોડાયો હતો આ અભિયાનમાં વોર્ડ નં.૧૫માં JCB થી સઘન સફાઈ અને  ફોગીંગ કરવામાં આવ્યું હતું તેમજ આખા વોર્ડમાં સફાઈ કામગીરી અને ગંદકીના ગંજ તેમજ વરસાદી પાણી સાથે આવેલ રેતી, માટી જામી ગયેલ હોય તે દુર કરવામાં આવ્યા હતા. આ તકે કોંગ્રેસ આગેવાનો વશરામભાઈ ચાંડપા, હીરાભાઈ ચાવડા, નરેશ પરમાર, અરવિંદ મુછડીયા, ગીરીશભાઈ વાણીયા, પરેશભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સફાઇનું ઝુબેશમાં પદાધિકારીઓ ઉપસ્થિત નહિ રહ્યાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

(4:34 pm IST)