Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જાહેરનામાનું પાલન ન કરનારા વેપારીઓ સહિત ૬૮ ઝડપાયા

ગાંધીગ્રામ વિસ્તારમાં એસીપી પી.કે.દીયોરા અને પીઆઇ કે.એ.વાળાની ટીમનું ચેંકીગ : ચાની હોટલ અને પાનની દુકાન ધરાવતા ૧૨ વેપારી દંડાયા

રાજકોટ,તા. ૧૮:  શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહુરનામના અમલ માટે પોલીસ સક્રીય કામગીરી કરી રહી છે. જેમાં ગઇ કાલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી શહેરમાં વધતા કોરોનાના સંક્રમણને અટકાવવાના હેતુથી ચાની હોટલ તેમજ પાનના ગલ્લા ઉપર સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું પાલન ન થતુ હોય તેથી ગાંધીગ્રામ વિસ્તારમાં ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં એસીપી પી.કે. દીયોરા તથા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા સહિતના સ્ટાફે ચાની હોટલ અને  પાનની દુકાન ધરાવતા ૧૨ વેપારીઓ સામે અને અન્ય વિસ્તારોમાંથી પોલીસે કુલ ૬૮ લોકોને પકડી જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી. જેની વિગતો આ મુજબ છે.

એડીવીઝન પોલીસે કેનાલ મેઇન રોડ પર આવેલ રામ-શ્યામ ગોલાની સામે મહાદેવ પાન નામની કેલીમમાં માસ્ક પહેર્યા વગર વેપાર કરતા જીમીશ અશોકભાઇ ભટ્ટી, જવાહર રોડ ગેલેકસી કોમર્શીયલ કોમ્પલેક્ષ પાસે આર્યન ફાસ્ટ ફુટ નામની દુકાન ધરાવતા ધર્મેન્દ્ર શંકરલાલભાઇ નારવાણી, જયુબેલી ગાર્ડન બાપુના બાવલા પાસે રવિરાજ ભેળ હાઉસ નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર રવિરાજ સુરેશભાઇ બળોખરીયા, ગરૂડ ગરબી ચોક પાસે કૌશર બેકરી નામની દુકાન ધરાવતા હૈદરખાન યુસુફખાન પઠાણ, ટાગોર રોડ વિરાણી ચોક પાસે રાજમંદીર  ફરસાણ નામની દુકાન ધરાવતા જીજ્ઞેશ હરીભાઇ જોબનપુત્રા, એસ્ટ્રોન ચોકમાં મોસમી સીઝન સ્ટોર ધરાવતા નરેશ લીલા રામભાઇ બંભલાણી, તથા બી ડીવીઝન પોલીસે પારેવડી ચોક પાસેથી રીક્ષાચાલક નીતીન નાથાભાઇ લઢેર, સંતકબીર રોડ પર બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા હરેશ ભીખાભાઇ ઠુમ્મર, નસરૂદીન હોથીભાઇ જુણેજા, આશીફ જમાલભાઇ બેલીમ, તથા થોરાળા પોલીસે કન્ટેઇનમેન્ટઝોન વિજય નગર શેરી નં. ૬માંથી હરેશ છગનભાઇ ચાવડા, ગીરીશ છગનભાઇ ચાવડા, ચુનારાવાડ ચોક પાસેથી રીક્ષા ચાલક શૈલેષ ગોવિંદભાઇ ચૌહાણ, હિતેષ વલ્લભભાઇ સોરઠીયા, ગાત્રાળ ડીલક્ષ પાન નામની દુકાન ધરાવતા રાજુ સાજણભાઇ ચાવડા, તથા ભકિતનગર પોલીસે કોઠારિયા મેઇન રોડ પરથી રીક્ષા ચાલક અજય દલસુખભાઇ લુણાગરા, હરીધવા રોડ પટેલ ચોક પાસેથ રી પરસાના ડેરી ફાર્મ નામની દુકાન ધરાવતા જીગર અશોકભાઇ રાણપરીયા, કોઠારિયા મેઇન રોડ પરથી રીક્ષા ચાલક આરીફ યુસુફભાઇ સમા, કેવડાવાડી મેઇન રોડ પરથી સ્વીફટ કાર ચાલક સિધ્ધરાજ અરવિંદભાઇ સોલંકી તથા કુવાડવા રોડ પોલીસે સોખડા ચોકડી પાસેથી ઉમેશ પ્રભાતભાઇ જીંજુવાડીયા, રાજેશ સવસીભાઇ ગોરીયા, વિજય દાતાભાઇ મેર, અતુલ નરશીભાઇ કેરવાડીયા, નવા ગામ પટેલ વિહાર પાછળથી રવિ ભરતભાઇ રંગપરા, મનીષ ગાંગાભાઇ સાનીયા, સોખડા ચોકડી પાસેથી અજય દેવજીભાઇ ચાવડા,   અજય કિશોરભાઇ અબાસણીયા તથા આજીડેમ પોલીસે લોઠડાગામમાં ડાભી પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા વિપુલ દાનાભાઇ ડાભી, સરધારગામ બસ સ્ટેશન પાસેથી રસીક ગોરધનભાઇ કુકડીયા, બીપીન છબીલભાઇ ઉઝીયા, વલ્લભ હેમાભાઇ સાવલીયા, જોનીશ કુકડીયા, કોઠારિયા ચોકડી પાસેથી રીક્ષા ચાલક દિનેશ મણીરામભાઇ નિમાવત નારણ આંબાભાઇ મુંધવા, રામજી પોપટભાઇ સુસરા, રમેશ સામંતભાઇ મકવાણા, હાર્દીક મળાભાઇ ઝાપડા, હર્ષદ ભનાભાઇ વાળા, તથા માલવીયાનગર પોલીસે ૮૦ ફૂટ રોડ પર કન્ટેઇનમેન્ટ ઝોન હરીદ્વાર સોસાયટી શેરી નં.૨ માંથી નીખીલ વિનોદભાઇ ચૌહાણ, ગોંડલ રોડ પર પી.ડી.એમ કોલેજ પાસે દિપક એગ્સ ઝોન નામની રેકડી ધરાવતા રાજેશ છોટાલાલભાઇ ઝરીયા, કાલાવડ રોડ પર ડ્રીમ પોઇન્ટ પાન નામની દુકાન ધરાવતા પ્રકાશ નારાયણદાસભાઇ કેસરીયા, તથા પ્રનગર પોલીસે યાજ્ઞીક રોડ પર જસ્ટ ઇન ટાઇમ નામની દુકાન ધરાવતા અમીત જયંતભાઇ માત્રાવાડીયા તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાસેથી નશીબ હોટલ ધરાવતા નવધણ મૈયાભાઇ પરમાર, કનૈયા ચોક પાસે ચા ની લારી ચલાવત ચના ભલાભાઇ કાટોડીયા, નાણાવટી ચોક પાસે જાસલ કોમ્પલેક્ષમાં 'બીગ પોસ્ટ મોમાઇ ચા' નામની દુકાન ધરાવતા મંગા ઘોઘાભાઇ ગમારા, મોમાઇ પાન એન્ડ કોલ્ડ્રીંકસ દુકાન ધરાવતા ભરત વીરમભાઇ ભાટુ, ક્રિષ્ના ડીલકસ પાન નામની દુકાન ધરાવતા નાથા વેજાણંદભાઇ જોટવા, બ્રહ્મસમાજ ચોક પાસે જીલ મોબાઇલ નામની દુકાન ધરાવતા હીતેષ રસીકલાલભાઇ ભોજાણી, એસ. કે. ચોક પાસે જલારામ ફરસણ નામની દુકાન ધરાવતા  શ્યામ સંદીપભાઇ સોઢા, રૈયા રોડ હનુમાન મઢી પાસે મહેક અરૂણભાઇ મકવાણા, જામનગર રોડ વોરા સોસાયટી પસે પ્રયાગ પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકન ધરાવતા નવઘણ હીરાભાઇ ગોલતર, લાખના બંગલા પાસે કનૈયા ટી હોટલ નામની દુકાન ધરાવતા મોમ લીંબાભાઇ ચાવડીયા, જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટી પાસે ક્રિષ્ના બેટરી એન્ડ ઓટો ઇલેકટ્રીક નામનું ગેરેજ ધરાવતા ભાર્ગવ જમનભાઇ રાદડીયા, લાખના બંગલા પાસે કનૈયા પાન નામની દુકાન ધરાવતા હસમુખ પરબતભાઇ જળુ, તથા તાલુકા પોલીસે પાટીદાર ચોક પાસેથી રીક્ષા ચાલક ભરત બાબુભાઇ સોલંકી, નંદનવન મેઇન રોડ, પર રાધા મોબાઇલ નામની દુકાન ધરાવતા અતુલ ગીરધરભાઇ પાનસુરીયા, નવા દોઢસો ફુટ રોડ પરથી કમલેશ નાથાભાઇ ગણાવા, પાટીદાર ચોક પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર પારસ મનોજભાઇ રાઠોડ, મવડી ગામ પાસે બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા સુરેશ કન્દુઇભાઇ સહાની, સુખીરામ શૌકીલાલ સોનખર, રમેશ દૂધનાથભાઇ સોનખર, તથા યુનિવર્સિટી પોલીસે સોમનાથ-૩ શેરી નં. ૧ માંથી હરેશ ઉર્ફે હરીસિંહ ગોવુભા પઢીયાર, જાગૃતીદીપ હાઇટસ એ. ૬૦૧ માં કોરન્ટાઇન કરાયેલા હીમાંશુ અશોકભાઇ વાજા, રામાપીર ચોકડી પાસે ટવેન્ટી ટવેન્ટી કોમ્પલેક્ષ પાસે જય ઠાકરધણી ટી સ્ટોલ ધરાવતા કરશનભાઇ રણીછોડભઇ મીર, પંચાયત ચોક કોર્નર બીલ્ડીંગ પાસેથી સુમન બેગ્સ નામની દુકાન ધરાવતા જય રાજેશભાઇ મેઘાણી, દોઢ સોફુટ રોડ, ગોલ્ડન પ્લાઝા પાસે નૈત્રી પાણી પુરી નામની દુકાન ધરાવતા દલસુખભાઇ રવજીભાઇ વેકરીયા, આકાશવાણી ચોક શીવશકિત કોલોની પાસે પી. પટેલ પાન નામની દુકાન ધરાવતા દીપક છગનભાઇ લાડાણી, સાધુ વાસવાણી રોડ પર સાવન પાન નામની દુકાન ધરાવતા રજની મનજીભાઇ મણવરને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:53 pm IST)
  • રાજકોટની ભાગોળે રતનપર ગામમાં કોરોના વિસ્ફોટ : બે દિ'માં ૩પ કેસ : શહેરથી ૧પ કિ.મી. દૂર આવેલ રતનપર ગામમાં કોરોનાનો ટેસ્ટીંગ કેમ્પ યોજાયો : બે દિવસમાં ૩પ ગ્રામજનો કોરોના સંક્રમિત હોવાનું ખૂલતા ભારે ફફડાટ મચી ગયો access_time 4:07 pm IST

  • ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું CSK ટીમ તરફથી વિશિષ્ટ સમ્માન કરાયું:રવિન્દ્ર જાડેજાને રોયલ તલવાર આપીને સમ્માન કરાયું.: IPLમાં રવિન્દ્ર જાડેજા એક માત્ર 100+ વિકેટ, 1900+ રન કરનાર ખેલાડી access_time 12:24 pm IST

  • નવી એપ લોન્ચ : ફેસબુક બીઝનેસ સ્યૂટ : ફેસબુકે 'ફેસબુક બીઝનેસ સ્યૂટ'નામની નવી 'એપ'ની સુવિધા જાહેર કરી છેઃ જે મેસેન્જર,ઈન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર બીઝનેસ એકાઉન્ટ મેઈન્ટેઈન કરશેઃ આ નવી એપ્લીકેશનને 'ફેસબુક બીઝનેસ સ્યૂટ' કહેવાય છે access_time 4:06 pm IST