Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પંચનાથ હોસ્પિટલમાં રૂ.૧૦માં દાંતની તપાસઃ ડેન્ટીસ્ટની અફલાતૂન ટીમ દ્વારા દરરોજ સેંકડો દર્દીઓનું નિદાન

ડો.બંસી ટકવાણી - ડો.બંસરી જીવરાજાની- ડો.બંસી ઉનડકટ- ડો.માનસી દવે ઠાકરની સેવા

રાજકોટઃ જયાં અનેક ત્રષિમુનિઓ સંતો મહંતો મહાત્માઓ રાજાઓ મહારાજાઓ શિવમાં જીવ પરોવીને ધન્યતા અનુભવતા અસંખ્ય શિવ ભકતો બાલકૃષ્ણ સ્વરૂપ બાળકો તથા અગણ્ય શ્રદ્ઘાળુઓના કુમકુમ પગલાં પાવન થઈ ચુકયા છે. તે પવિત્ર ભૂમિ જે ૧૪૬ વર્ષે જુના પ્રાચીન દેવાલય શ્રી પંચનાથ મહાદેવ મંદિરના પરિસરમાં લોકોને નજીવા દરે સચોટ નિદાન મળી શકે તે ઉદેશ સાથે છેલ્લા ૧૭ વર્ષથી નિદાન કેન્દ્ર ચાલી રહ્યું છે.

હોસ્પિટલમાં દાંત વિભાગ દ્વારા દાંત ફિટ કરવા, પેઢામાં સ્ક્રુ બેસાડવા, દાંત બચાવવા, સડાવાળા દાંતમાં સિમેન્ટ પુરવા, દાંતના મૂળની સારવાર, વાંકા ચુકા દાંત, ડેન્ચર (ચોકઠું-બત્રીશી), પેઢા અને પાયોરિયા, કઠણ ખોરાક ચાવવાના પાછલા દાંતની સારવાર, સડેલા કે ફસાયેલા દાંત પાડવા, મોઢાના કેન્સરની તપાસ, દાંતની કોસ્મેટિકસ અને બ્લિચિંગ કરવા જેવી સારવારો રાહત દરે કરવામાં આવે છે. અને અત્યાર સુધીમાં ૫૫૦૦૦ થી પણ વધુ દર્દીઓએ દાંતના વિભાગમાં સારવાર કરાવી ચૂકેલ છે. નિદાન કેન્દ્રમાં નામાંકિત અને અનુભવી સર્જનો (વાઢ-કાપ નિષ્ણાંત) દ્વારા જુદા જુદા પ્રકારની સર્જરી કરવામાં આવે છે. જેમાં વાંકા-ચુકા દાંત માટે ડો. હાર્દિક અજમેરા ૭ વર્ષનો, ડહાપણ દાઢના સર્જન ડો.જયેન્દ્ર પુરોહિત ૨૦ વર્ષનો, ડો. ધર્મેન્દ્ર ચંદારાણા ૮ વર્ષનો, ડો. ગૌરાંગ સચદેવ પ વર્ષનો, ડો. અંકિત સીરોદરિયા ૬ વર્ષનો, બાળકોના દાંતના સારવારના સ્પેશિયાલિસ્ટ ડો. વૈભવ કોટેચા પ વર્ષનો, પેઢા અને પાયોરિયાના ડો. આનંદ ભાલોડી ૮ વર્ષનો અનુભવ ધરાવતા એમ.ડી.એસ. ડિગ્રીધારી તબીબો સેવા આપી રહ્યા છે.

વર્તમાન કોવીડ-૧૯ની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હોસ્પિટલ દ્વારા દરેક પેશન્ટ પછી સેનીટાઇઝેશન કરવામાં આવે છે. દરરોજ હોસ્પિટલને સંપૂર્ણ રીતે ફ્યુમીગેશન કરવામાં આવે છે. તેમજ દર્દીને સારવાર કરતા પહેલા ગાઉન પહેરાવવામાં આવે છે. તથા દર્દીના સારવાર માટે ડીસ્પોસેબલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

ડેન્ટિસ્ટની અફલાતૂન ટીમમાં (૧) ડો. બંસી ટકવાણી કે જેઓએ ડી. ડી. યુનિવર્સિટી માં ચાલુ શેક્ષણિક વર્ષમાં એમ.ડી.એસ. ની ઉપાધિ મેળવવામાં સફળ રહ્યા છે. તેઓએ ૩ વર્ષ પ્રોસ્થોડોન્ટિકસ તરીકે અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ૮ માસની સેવા આપેલ છે. (૨) ડો. બંસી ઉનડકટ બી. ડી. એસ. જેઓ સર્ટિફાઈડ રૂટ કેનાલ નિદાનના નિષ્ણાંત છે. અને તેઓ ૭ વર્ષના અનુભવ ધરાવે છે. (૩) ડો. માનસી દવે ઠાકર કે જેમણે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીની ડેન્ટલ કોલેજ માંથી રેન્ક ૪ સાથે ૨૦૧૨ માં બી.ડી.એસ. ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. તેઓએ રાજકોટ અને ભાવનગર ખાતે અનેક સંસ્થાઓમાં સેવા આપેલ છે. (૪) ડો. બંસરી જીવરાજાની કે જેઓએ ૨૦૦૮માં સરકારી જામનગર મેડિકલ કોલેજમાંથી બી.ડી.એસ. ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. અને તેઓએ પોતાની ખાનગી પ્રેકટીસ દ્વારા સારો એવો અનુભવ પ્રાપ્ત કરેલ છે.

આ ભગીરથ તબીબી ક્ષેત્રના સેવાકીય યજ્ઞમાં  શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદમંત્રી શ્રી તનસુખભાઈ ઓઝા, ટ્રસ્ટીશ્રીઓ ડી. વી. મહેતા, મયુરભાઈ શાહ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઈ વ્યાસ, નારણભાઇ લાલકિયા, ડો. ત્રિવેદી, મનુભાઈ પટેલ જોડાયા છે.

અન્ય સારવારની વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે શ્રી પંકજભાઈ ચગ (૯૮૭૯૫ ૭૦૮૭૮), શ્રીમતી ધૃતિબેન ધડુકનો (હોસ્પિટલ પર) અથવા તો હોસ્પિટલના લેન્ડ લાઈન નંબર ૦૨૮૧-૨૨૩૧૨૧૫ / ૦૨૮૧- ૨૨૨૩૨૪૯ ઉપર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

(3:52 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST

  • બિહારમાં નિતિશનો પક્ષ ૧૧૫ બેઠક માગે છે : બિહારમાં નિતિશના જનતાદળ (યુ) પક્ષે ૧૧૫ બેઠકો પોતાને મળે તે માટે દબાણ લાવી રહી છે અને ભાજપ તેના કવોટાની ૧૨૮ બેઠકોમાંથી ''એલજેપી'' પક્ષને બેઠકો ફાળવે તેવો આગ્રહ રાખી રહેલ છેઃ બિહાર વિધાનસભાાની મુદત ૨૯ નવેમ્બર પૂરી થઈ રહી છે અને બિહારમાં ઓકટોબર- નવેમ્બરમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહેલ છે access_time 4:06 pm IST

  • ' આલે.....લે ' : પત્નીને છૂટાછેડા આપી સાસુ સાથે લગ્ન કર્યા : 65 વર્ષીય જમાઈ ક્લાઈવ બ્લડેન અને 77 વર્ષીય સાસુ પતિ - પત્ની બન્યા : 500 વર્ષ જૂનો કાનૂન બદલાવી માન્યતા પણ અપાઈ : બ્રિટનનો અજીબોગરીબ કિસ્સો access_time 2:05 pm IST