Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

માંડાડુંગર ઓમતીરૂમાલા સોસાયટીમાં જયેશ ચૌહાણના મકાનમાં દરોડોઃ જૂગાર રમતા ર૦ શખ્સો પકડાયા

આજી ડેમ પોલીસ મથકના કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા અને શૈલેષભાઇ ગઢવીની બાતમીઃ ૩ર હજારની રોકડ કબજે

રાજકોટ તા. ૧૮ :.. શહેરના માંડાડુંગર પાસે આવેલી ઓમતીરૂમાલા સોસાયટીમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસે દરોડો પાડી મકાનમાં જુગાર રમતા ર૦ શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી એચ. એલ. રાઠોડની સુચનાથી આજી ડેમ પોલીસ મથકના પીઆઇ વી. જે. ચાવડા, તથા પી. એસ. આઇ. એમ. ડી. વાળા, હેડ કોન્સ. મહેન્દ્રભાઇ પરમાર, શૈલેષભાઇ નેચડા, કુલદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ભીખુભાઇ મૈયડ, ઉમેદભાઇ ગઢવી, જયપાલભાઇ બરાળીયા,  અને મહીલા કોન્સ. ધારાબેન મેઘાણી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને શૈલેષભાઇ નેચડાને મળેલી બાતમીના આધારે માંડાડુંગર પાસે આવેલી ઓમતીરૂમાલા સોસાયટી શેરી નં. ૧ માં રહેતા જયેશ માધાભાઇ ચૌહાણના મકાનમાં દરોડો પાડી જૂગાર રમતા મકાન માલીક જયેશ ચૌહાણ તથા રસુલપરા શેરી નં. ૪ ના સોયબ કરીમભાઇ સમેજા, માનસરોવર પાર્ક શેરી નં. ર ના કેતન ધીરૂભાઇ આઘારા,  માનસરોવર પાર્ક શેરી નં. ૧ ના મુકેશ તરશીભાઇ  મેર, ભગવતી સોસાયટી શેરી નં. ૩ ના અસ્લમ અલ્લારખાભાઇ કોલીયા, દૂધની ડેરી હૈદરી ચોક પાસેના રજનીકાંત ઉર્ફે અજય છગનભાઇ રાવત, પરાપીપળીયા એકતા સોસાયટીના ઇમરાન સીકંદરભાઇ પલાણા, ખોડીયારનગર મેઇન રોડ પાસેના રાજેશ પ્રભાતભાઇ આગરીયા, માનસરોવર સોસાયટી શેરી નં. ર ના ધીરૂભાઇ કાનાભાઇ અઘારા, દૂધની ડેરી ભગવતી સોસાયટીના રહેમાન દીલાવરભાઇ ખેરડીયા, જયહિંદ નગર મેઇન રોડ પરના બ્રીજેશ વીરસિંગભાઇ પટેલ, ઓમતીરૂમાલા સોસાયટીના રેખાબેન  જયેશભાઇ ચૌહાણ, ગંજીવાડા  બંધ શેરીમાં  રહેતા કૈલાશબેન સુરેશભાઇ રોજાસરા, માનસરોવર-રના કિરણ કેતનભાઇ અઘારા, દૂધની ડેરી પાસેના પુજાબેન રજનીકાંત ઉર્ફે અજયભાઇ રાવત, માનસરોવર પાર્ક-૧ ના વર્ષાબેન હસમુખભાઇ ચૌહાણ, રસુલપરા શેરી નં. ૪ ના સુફીયાનાબેન સોયબભાઇ  સમેજા, માનસરોવર પાર્ક, ૧ ના મુકતાબેન ધીરૂભાઇ અઘારા, અને મવડી ચોકડી શ્રીનાથજી સોસાયટીના દીવ્યાબેન વિજયભાઇ દેવડાને પકડી લઇ રૂ. ૩ર,૦ર૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી  કરી હતી.

(3:48 pm IST)