Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

શહેરના ૧૦ વિસ્તારોમાં ૯૧ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

ગઇકાલે ૬૨ હજાર ઘરમાં સર્વે કરાયો તેમાંથી માત્ર ૫૮ તાવ - શરદી - ઉધરસના દર્દી મળ્યા : ૧૧ હજાર લોકોને ધનવંતરી રથ મારફત તપાસ કરાઇ : મ્યુ. કોર્પોરેશનની ૧૦૦૦ ટીમો સર્વે માટે ફરી વળી

રાજકોટ તા. ૧૮: શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત શહેરના કુલ ૧૦ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ હોવાનું જાહેર થયું છે અને આ ૧૦ વિસ્તારોમાં ૯૧ જેટલા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવાયા છે અને ગઇકાલે કુલ ૬૨ હજાર ઘરોમાં સર્વે દરમિયાન ૫૮ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.

આ અંગે સત્તાવાર જાહેર થયેલ વિગતો મુજબ શહેરમાં ગઇકાલની સ્થિતિએ ભગવતી પરા, નવયુગ પરા - દૂધસાગર રોડ, આંબેડકર નગર મેઇન રોડ, ગોંડલ રોડ, આર્યનગર, સોમનાથ સોસાયટી- રૈયા રોડ, અલકાપુરી સોસાયટી-કુવાડવા રોડ, ન્યુ સાગર સોસાયટી- કોઠારીયા રોડ, ગવલી વાડ તથા ઓમ નગર સહિતના વિસ્તારોમાં  ૯૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૬૧,૯૩૫ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૫૮ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે  ધરમ નગર, આલાપ ગ્રીન સીટી, ડ્રીમ સીટી, શકિત ઇન્ડસ્ટ્રી ઝોન, એસ્ટ્રોન સોસાયટી, અનુપમા સોસાયટી, શિવભુમિ, મયુર નગર, ત્રિશા બંગલો, સૌરભ બંગલો, ગાયત્રીનગર, શસનવાડી, રાજદિપ   સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૨૭૪ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:48 pm IST)