Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સત્તાવાર દાવો : ૮૦૦થી વધુ બેડ રાજકોટમાં ખાલી : ૧૦૦૦ સારવારમાં

અફવાઓથી દૂર રહો : ચિંતીત નહિ બનશો : હેલ્પલાઇન નંબરો નોંધી રાખો

રાજકોટ : સત્તાવાર વર્તુળો જણાવે છે કે, રાજકોટ શહેરમાં હાલમાં પી.એમ.એ.એસ.એચ.વાય. બિલ્ડીંગ ખાતે સરકારી ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ૫૬૩ બેડ સાથે કાર્યરત છે. આ ઉપરાંત રાજકોટ ખાતે સમરસ હોસ્ટેલ ખાતે કેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ૫૧૨ બેડ સાથે કાર્યરત છે. તેમજ ઇ.એસ.આઇ.એસ. ખાતે પણ ૪૧ બેડ અને પ્રાઇવેટ હોસ્પિટલના બેડ ઉમેરતા કુલ અંદાજિત ૧૮૦૦ જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં હાલમાં કોવિડ-૧૯ના પોઝિટિવ દર્દીઓને સારવાર અપાઇ રહેલ છે. તેમાં હાલમાં સારવાર લઇ રહેલ દર્દીઓના બેડની સંખ્યા બાદ કરીએ તો પણ તમામ હોસ્પિટલો ખાતે ૮૦૦થી પણ વધુ ખાલી બેડો ઉપલબ્ધ છે.

આ ઉપરાંત આગામી દિવસોમાં ખાનગી હોસ્પિટલોના વધુ બેડો ઉપલબ્ધ થનાર છે. આથી આ બાબતે કોઇ એ પણ ચિંતીત ન થવા અને અન્ય અફવાઓથી દુર રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવે છે. તેમજ બેડની ઉપલબ્ધ માહિતી મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઇન નં. ૯૪૯૯૮ ૦૪૦૩૮ / ૯૪૯૯૮ ૦૬૪૮૬ / ૯૪૯૯૮ ૦૧૩૩૮ / ૯૪૯૯૮ ૦૬૮૨૮ / ૯૪૯૯૮ ૦૧૩૮૩ ઉપર સંપર્ક કરવા પણ જણાવવામાં આવેલ છે.

(3:44 pm IST)
  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST

  • ધોની કોબ્રા જેવો છે, શાંતિ ચિત્તે હરીફ ભૂલ કરે એની રાહ જુએ અને તક મળતા ચીત્ત કરી નાખે છે : માહી પર ફિદા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી ડીન જોન્સ કહે છે કે ચાહકો હંમેશાં ધોનીને મેદાન પરનાં તેનાં કારનામાં બદલ યાદ રાખશે અને તે ભારતના ટોપ-ફાઇવ ક્રિકેટરમાંનો એક છે access_time 3:24 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સાજા દર્દીઓની સંખ્યા નવા પોઝિટિવ કેસ કરતા વધુ : 24 કલાકમાં 95,373 રિકવર થયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં 92,788 નવા કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 53,05,475 થયો :10,13,907 એક્ટિવ કેસ : વધુ 95,373 દર્દીઓ સ્વસ્થ થતા 42,05,217 રીકવર થયા : વધુ 1221 લોકોમ, સાથે મૃત્યુઆંક 85,625 થયો access_time 1:04 am IST