Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોનાના દર્દી પ્રભાશંકરભાઇ પાટીલને સનેપાતની બિમારી હતી, કાળજીપુર્વક રિ-સ્ટ્રેનિંગ કરાયા હતાં: ડો. પંકજ બુચ

સિવિલ કોવિડમાં તમામ દર્દીઓની આરોગ્યકર્મીઓ પુરેપુરી કાળજી લે છે

રાજકોટ તા. ૧૮ : રાજકોટ કોવીડ હોસ્પિટલમાં દર્દી પ્રભાશંકરભાઇ પાટીલના વિડીયો બાબતે સીવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. પંકજ બુચે જરૂરી સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ દર્દી કોવીડ પોઝીટીવ છે અને તેની સાથે તેમને ડાયાબીટીશ અને હાયપર ટેન્શનની બિમારી હતી. સદરહું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. તે સમયે તેમને માનસીક રોગ વિભાગના અભિપ્રાય મુજબ સનેપાતની બિમારી હતી. અને તે દોડાદોડી કરતાં હતા. તેમને નાંખવામાં આવેલ ઈન્ટ્રાવિનસ લાઈન અને રાઈલ્સ ટ્યૂબ પણ કાઢી નાંખવાના તેઓ સતત પ્રયત્ન કરતાં હતા. પોતે પહેરેલા કપડા બાબતે પણ તેઓ સચેત ન હતા. અન્ય દર્દીઓ તેમજ તેમને પોતાને પણ કદાચ તેઓ નૂકશાન પહોંચાડી દે તેવું તેમનું વર્તન સતત ડ્યુટી ઉપરના રેસીડન્સ તબીબોને જાણવા મળતું હતુ. તે બાબતે જયારે આ પરિસ્થિતિ તેઓને સમજાવીને કંટ્રોલ ન કરી શકાય તેવું લાગતા આ દર્દીને વ્યવસ્થિત સારવાર આપી શકાય અને તે પોતાને અને બીજાને નૂકશાન ન પહોંચાડી દે તેવા આશયથી તેમને સમજાવીને અને ત્યાર બાદ કોઈ પણ જાતની ઈજા પહોંચાડયા વિના આગળની સારવાર અને રીસ્ટ્રેનીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાર બાદ તેઓને સાઈકયાટ્રીસ્ટ વિભાગના સારવાર અને માર્ગદર્શન હેઠળ તેમને આપવામાં આવતા જરૂરી ઈન્જેકશનો અને સબંધીત તમામ સારવાર કરવામાં આવી હતી.

તમામ દર્દીઓ પાસે સહકારની અપેક્ષા રાખતા ડો. પંકજ બુચએ વધુમાં જણાવ્યું હતુ કે, કોવીડ હોસ્પિટલ PDU હોસ્પિટલ ખાતે આશરે ૪૦૦ થી ૫૦૦ દર્દીઓ નિયમિત સારવાર લઈ રહ્યાં છે. દરેક દર્દીની નર્સીંગ સ્ટાફ તથા વર્ગ - ૪ કક્ષાના હોય કે તબીબો હોય તે તમામ દ્વારા ખૂબ જ સારી અને પૂરે-પૂરી સંભાળ લેવામાં આવે છે.

(3:41 pm IST)