Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કુતરૂ આડે ઉતરતા બાઇક સ્લીપ થઇ ગયું: રંગીલા પાર્કના હસમુખભાઇ રાઠોડનું મોત

કુવાડવા પાસેના ગેરેજથી ઘરે આવતી વખતે કે. એસ. ડિઝલ પાસે બનાવ

રાજકોટ તા. ૧૯: શહેરના એંસી ફુટ રોડ પર કે. એસ. ડિઝલ નજીક કુતરૂ આડે આવતાં બાઇક સ્લીપ થઇ જતાં ચાલક કોઠારીયા રોડ રંગીલા પાર્કમાં હરભોલે પાનવાળી શેરીમાં રહેતાં હસમુખભાઇ ખીમજીભાઇ રાઠોડ (રજપૂત) (ઉ.વ.૫૨)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ રંગીલા પાર્કમાં રહેતાં હસમુખભાઇ ગઇકાલે સાંજે કુવાડવામાં વાંકાનેર ચોકડીએ આવેલા પોતાના ગેરેજથી મિત્રનું બાઇક જીજે૦૩જેઇ-૬૬૦૨ હંકારી રાજકોટ ઘરે આવી રહ્યા હતાં ત્યારે કે. એસ. ડિઝલ સામે પહોંચતા અચાનક કુતરૂ આડે આવતાં હસમુખભાઇએ કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. ૧૦૮ને કોઇએ જાણ કરતાં તેના ઇએમટીએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતાં.

બનાવની જાણ થતાં થોરાળાના પીએસઆઇ જી. એસ. ગઢવી, હરેશભાઇ પરમાર અને ડી.સી. સોલંકીએ ઘટના સ્થળે પહોંચી મૃતકના પુત્ર જયેશભાઇ હસમુખભાઇ રાઠોડ (ઉ.૨૪)ની ફરિયાદ પરથી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. તેઓ બંને પુત્ર સાથે ગેરેજમાં કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:31 pm IST)