Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

બિઇંગ કાઇન્ડ ફાઉન્ડેશન દ્વારા માસ્ક વિતરણ

 સેવા સંસ્થા બિઇંગ કાઇન્ડ ફાઉન્ડેશન દ્વારા એન-૯૫ માસ્કનું રાહતદરે વિતરણ કરાયુ હતુ. કમલેશભાઇ મીરાની ઉપસ્થિતીમાં યોજવામાં આવેલ આ કેમ્પનો અનેક લોકોએ લાભ લીધો હતો. આગામી તા. ૨૦ ના રૂ.૧૦ માં માસ્ક, રૂ.૧૫ માં સેનીટાઇઝર તેમજ રૂ.૧૨૦ માં નાસ લેવાના વેપોરાઇઝર મશીનનું વિતરણ કરવામાં આવનાર છે. આવતા અઠવાડીયામાં જલારામ મંદિર, જાગનાથ મંદિર, વિરમેશ્વર મંદિર, મહાકાલેશ્વર મંદિર સહીતના સ્થળોને આવરી લેવાશે. તેમ સંસ્થાના ચિંતન દવે (મો.૯૦૯૯૯ ૩૩૫૦૫) ની યાદીમાં જણાવાયુ છે.

(2:30 pm IST)