Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

મહિલાએ ઘરમાં બેસાડવાનું કહેતાં પોપટપરાના સિકંદરે ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૧૮: પોપટપરા જેલ પાછળ ત્રેપન કવાર્ટરમામંરહેતાં સિકંદર મહમદભાઇ ખીરા (ઉ.વ.૪૦)એ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી. સિકંદર પરિણીત છે અને બે સંતાન છે. તેના પિતા મહમદભાઇના કહેવા મુજબ વિસ્તારમાં રહેવા આવેલી એક પરપ્રાંતિય મહિલા સાથે સિકંદરને લફરૂ થયું હતું. હવે આ મહિલા ઘરમાં બેસાડવાનું કહેતી હોઇ અને અગાઉ પોલીસમાં અરજી પણ કરી હોઇ કંટાળી જતાં તેણે ફિનાઇલ પી લીધુ હતું.

(12:45 pm IST)