Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ડો. કેશુભાઇ મહેતા આઇ હોસ્પીટલ NABH દ્વારા પ્રમાણીત

સૌરાષ્ટ્ર માટે ગૌરવસમાન સફળતા સર્ટીફીકેટ મેળવનાર આંખની હોસ્પીટલોમાં સૌેરાષ્ટ્રની પ્રથમ અને ગુજરાત રાજયમાં ત્રીજી હોસ્પીટલ ડો. અજય મહેતા, ડો. તેજલ મહેતા દ્વારા અતિ આધુનિક સારવાર

રાજકોટ તા. ૧૭ :'મેડીકલ ટુરીઝમ' એ શબ્દ બધા માટે  જયારે લંડન-અમેરીકાથીસારવાર માટે લોકો ભારતમાં આવતા હોય તો એ તો ચોકકસજ છે કે આપણા ડોકટરોની કાબેલીયત અને નિદાન પર કોઇ શંકા જ નથી. અમેરિકા-યુરોપમાં થયેલ નવા સંશોધનો આવિષ્કાર કે સારવારની નવી સિસ્ટમ હોય, આ બધું તુરત જ ભારતમાં ઉપલબ્ધ થઇ જાય છે, ફકત જરૂર છે. સુદ્રઢ માળખુ, એટલે કે, સિસ્ટમ તૈયાર કરવાની, જેના થકીદર્દીઓને સારી સારવાર વ્યાજબી ભાવથી અને સર્વશ્રેષ્ઠ સુવિધા ઓસભર મળે, આ સિસ્ટમનું નામ  છે 'NABH'

ભારતનું  'NABH' સ્ટાન્ડર્ડ ઓસ્ટ્રેલીયા, જાપાન અને યુ.એસ.ની હેલ્થ સિસ્ટમની સમકક્ષ જ છે,  'NABH' સંસ્થા દ્વારા હોસ્પીટલના કામગીરીને લગતા લગભગ ૬૦૦ ધોરણો નકકી કરવામાં આવેલ છે.હોસ્પીટલ દ્વારા આ ધોરણોનું કંઇ રીતે અને કેવું પાલન થાય છ.ે તે નિષ્ણંતો દ્વારા તપાસવમાં/ ચકાસણીમાં આવે છ.ે જો કાર્યવાહીનું   'NABH' ના સ્તર જેટલુ પાલન થતું હોય તો તેમને માન્યતા આપવામાં આવે છે, જેને એક્રેડિટેશન કહેવામાં આવે છે.   'NABH' હોસ્પીટલના દરેક પાસાઓની ગુણવત્તા ઉપર દખરેખ રાખે છ.ેજેમાં દર્દી હોસ્પીટલના આંગણે પગ મુકે ત્યારથી શરૂ કરીને દર્દી સંપૂર્ણ સાજો થઇ, ખુશ થઇનેઘરે જાય ત્યાં સુધીની દર્દીની દરેક જરૂરીયાતો ઉપર ધ્યાન આપે છે.જેમ કે અશકત દર્દીઓ માટેદરેક જગ્યાએ રેમ્પ, વ્હીલચેર, હેન્ડ રેસ્ટ, લપસી ન પડાય તેવી ફર્શ, ઇન-આઉટ સાઇનેજ, વિનયી-વિવેકી સ્ટાફ, વિગેરે દરેક પાસાઓને આવરી લેવાય છે.

અમરજન્સી ટ્રીટમેન્ટ આંખની હોય કે દાંતની હોસ્પીટલ, દર્દીને માનો કે હૃદયરોગનો કે વાઇનો હમલો આવે તો 'NABH'સ્ટાન્ડર્ર્ડ પ્રમાણે હોસ્પીટલના ડોકટર અને તેનો સંપૂર્ણ સ્ટાફ દર્દીને પાયાની સારવાર આપવા માટે સમકક્ષ હોવા જોઇએ ઉપરાંત આકસ્મિક સંજોગો જેમ કે, બાળક ખોવાઇ જાય, આગ લાગે, કોઇ કુદરતી આપત્તિ આવે તો એવા દરેક આકસ્મિક સંજોગોને પહોંચી વળવા સ્ટાફ સંપૂર્ણ રીતે ટ્રઇન્ડ હોય. દર્દીને ફકત સારવાર જ નહીં, એ જે માન મર્યાદા, પ્રાઇવસીના હકકદાર છે તે પણ તેમને મળવું જોઇએ. એમની સારવારના દરેક પાસા વિશે તેઓ પારદર્શક રીતે જાણી શકે, પોતાનો નિર્ણય સ્વતંત્ર રીતે લઇ શકવાની સ્વતંત્રતા, વિગેરે દરેક અધિકારો દ્વારા રક્ષણ અને જતન કરવામાં આવે છે. દર્દીની સભાળ, દવાઓ વિષેની સમજ, સંમતિ પ્રક્રિયા, દર્દીની સલામતી, કિલનિકલ પરિણામો, તબીબ રેકોર્ડસ, ચેપ નિયંત્રણ અને સ્ટાફ માટે રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ પ્રોટોકોલ અને પોલીસીઓ બનાવવામાં આવતી હોય છે.

ઉપરાંત સારવારના દરેક તબકે સંપૂર્ણ ટ્રેઇન્ડ અને કવોલીફાઇડ સ્ટાફ મેળવવાના અને એ વિશે પોતાનો અભિપ્રાય આપવાનો સંપૂર્ણ અધિકાર દર્દી ધરાવે છે. ઓપરેશન + અન્ય ચાર્જઝ પારદર્શકતાથી દરેક બીલમાં હોસ્પીટલ જાળવે છે. સર્ટીફાઇડ હોસ્પીટલ બધા નિયમોને આધિન રહીને પોતાનું ગુણવત્ત્।ાનું સ્તર વધુ ઉચું થતું રહે એ રીતે સતત પ્રયત્નશીલ રહે છે.

દર્દીઓ માટે સૌથી વધુ લાભ દર્દીઓને થાય છે.  માન્યતા પ્રાપ્ત હોસ્પીટલમાં દર્દીને ઉચ્ચ ગુણવતાની સંભાળ અને સલામત સારવાર મળે છે. દર્દીઓને શ્રેષ્ઠ તબીબ સ્ટાફ દ્વારા સારવારનો લાભ મળે છે. સ્ટાફ માટેૅં એક્રેડિટેડ (માન્યતા પ્રાપ્ત) હોસ્પીટલોના કર્મચારીઓ સંતુષ્ટ હોય છે કારણ કે આવી સંસ્થાઓમાં તેમને સતત શિક્ષણ (તાલીમ) મળતી રહે છે, કામકાજનું ઉચ્ચ વાતાવરણ મળે છે અને શ્રેષ્ઠ તબીબી સેવા આપી રહ્યાનું ગૌરવ અનુભવે છે. હોસ્પીટલ માટે એક્રેડિટેશન મળ્યા પછી હોસ્પીટલમાં સતત સુધારણા થતા રહે છે. દર્દીઓની સંભાળમાં શ્રેષ્ઠ ગુણવતા જાળવવા માટે સંસ્થા સતત કાર્ય કરે છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી જુની, ૧૧પ વર્ષથી ખ્યાતનામ કેશુભાઇ મહેતા આઇ હોસ્પિટલને તાજેતરમા NABH મળ્યું છે. જે સૌરાષ્ટ્ર માટે ગૌરવ સમાન છે. આ સર્ટીફીકેટ મેળવનાર આંખની હોસ્પિટલોમાં સૌરાષ્ટ્રની પ્રથમ અને ગુજરાત રાજયમાં ત્રીજી હોસ્પિટલ બની છે. સ્વ. ડો. નરશીભાઇ બાદ સ્વ. ડો. કેશુભાઇ, બાદ ડો. હેમુભાઇ અને સ્વ. ડો. ભરતભાઇએ વર્ષો પર્યંત દદીૃઓની સારવાર કરી, લાખો લોકોને દૃષ્ટિ આપી.

ત્યારબાદ આ જ યજ્ઞમાં જોડાયા ડો. અજયભાઇ મહેતા અને તેમના ધર્મપત્ની ડો. તેજલબેન મહેતા, પિતાશ્રી, દાદા અને પરદાદાની સેવાની જયોત આ ડોકટર દંપતિએ વધુ ફેલાવી છે. જરૂરીયાતમંદોને કેશુભાઇ મહેતા મેોરીયલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આંખના ઓપરેશન અને સારવાર કરવામાં આવે છે. કેશુભાઇ મહેતા આઇ હોસ્પિટલમાં પણ ખૂબ જ વ્યાજબી દરથી સારવાર અને નિદાન થાય છે. મોતીયાના ટાંકા વગરના ઓપરેશન, અતિ આધુનિક આઇસ ટેકનોલોજી, ડીજીટલ કોલ્ડ ફેકો દ્વારા ઓપરેશન, દુરના કે નજીકના કોઇપણ ચશ્મા પહેરવા ન પડે તેવા મલ્ટી ફોકલ નેત્રમણી, ત્રાંસા નંબર ઉતારવા માટે TORIC નેત્રમણી મૂકવાના ઓપરેશન, ચશ્માના નંબર ઉતારવા માટેની લેસર સર્જરી, વિગેરે દરેક અહીં થઇ શકે છે.

હોસ્પિટલો માટે NABH સર્ટીફાઇડ હોવું એ દરેક ડોકટરનું સ્વપ્ન હોય છે, પણ દરેક એ પૂરૂ કરી શકતા નથી. ત્યારે વર્ષોની મહેનત, ખંભા, પાદર્શકતા, પ્રમાણિકતા અને દર્દીઓ પ્રત્યે ફોરેશનલ નહીં પણ પારિવારીક સંબંધો અને સહાનુભૂતિનો અભિગમ થકી જ ડો. કેશુભાઇ મહેતા આઇ હોસ્પિટલને આ સફળતા પ્રાપ્ત થઇ છે.

આ સિમાચિહનરૂપ પ્રાપ્તિ બાદ ડો. અજયભાઇ મહેતા, ડો. તેજલબેન મહેતા અને તેમની સમગ્ર ટીમે દદીઓ પ્રત્યેની પોતાની વફાદારીને અકબંધ રાખવાની કટિબદ્ધતા વ્યકત કરી છે.

સંપર્ક : કેશુભાઇ મહેતા આઇ હોસ્પિટલ, કરણપરા, રાજકોટ મો. N89809 01901 E-mail:drajay@rajkotlasik.com Web: www.rajkotlasik.com

(4:04 pm IST)