Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

''ફિનો પેમેન્ટ્સ બેંક'' લાવી નવી યુગ બેંકનું ફિઝીકલ મોડેલઃ નાના ઉદ્યોગોને બેન્કીંગ પોઇન્ટમાં ફેરવે છે

રાજકોટમાં ૬૦૦ વેપારી પોઇન્ટઃ ગુજરાતમાં ૨૪ શાખાઓઃ ૪૭૦૦ બેંકીંગ ભાગીદારો : ફિનો બેકીંગ આઉટલેટસ ખાતા ખોલે, થાપણ ઉપાડ, નાણા ટ્રાન્સફર, યુટીલીટી બીલની ચુકવણી જેવી સેવા આપે છે

રાજકોટ તા.૧૮: મુંબઈ સ્થિત ફિનો પેમેન્ટ્સ બેંક ગુજરાતમાં અનુકૂળ અને સરળ બેન્કિંગ લાવી છે. નવી યુગ બેંકનું ફિજિટલ મોડેલ, નજીકના નાના ઉદ્યોગોને બેંકિંગ પોઇન્ટમાં ફેરવે છે. ફિનો પેમેન્ટ્સ બેંકની ગુજરાતમાં ૨૪ શાખાઓ અને ૪૭૦૦ જેટલા બેંકિંગ ભાગીદારો અથવા વેપારી પોઇન્ટ છે, જેમાંથી ૬૦૦ વેપારી પોઇન્ટ એકલા રાજકોટમાં છે. આ પોઇન્ટ આજુબાજુના નાના વ્યવસાય સ્ટોર્સ છે જેમ કે કિરાણા, મોબાઈલ રિપેર, બ્યુટી સલૂન અને સ્ટેશનરી શોપ વગેરે, જયાં ગ્રાહકો વારંવાર આવે છે. ફિનો બેંકિંગ આઉટલેટ્સ નવા બેંક ખાતા ખોલવા, થાપણ, ઉપાડ, નાણાં ટ્રાન્સફર, યુટિલિટી બિલ ચુકવણી વ્યવહાર જેવી સેવાઓ પ્રદાન કરે છે. તેઓ ફિનો મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન બી પે (BPay) ડાઉનલોડ  તેનફેનો સેવાઓ માસ માર્કેટના ગ્રાહકો કે જેઓ વાર્ષિક ૧ લાખથી ૬ લાખ રૂપિયા સુધીની આવક કરે છે જેમ કે ડેરી ફાર્મર્સ, શાકભાજી વિક્રેતાઓ, નાના વેપારીઓ, સ્વ રોજગારી વગેરે.

રાજયમાં બેંકની યોજના અંગે સંબોધન કરતાં ફિનો પેમેન્ટ્સ બેંકના સિનિયર ડિવિઝનલ હેડ (મધ્ય અને પશ્ચિમ) શ્રી હિમાંશુ મિશ્રાએ જણાવ્યું હતું કે, આપણા માટે ગુજરાત એક મહત્વપૂર્ણ માર્કેટ છે, જેમની પાસે બેંકિંગ સેવા સુધારવાનો પુષ્કળ અવકાશ છે કે જેઓ લાંબા સમય સુધી બેન્ક માં રાહ જોવા નથી માંગતા. આવા લોકો માટે સરળ અને અનુકૂળ બેંકિંગ લાવવા, અમે અમારા બેંકિંગ ભાગીદારો અથવા વેપારી પોઇન્ટ તરીકે નજીકની દુકાનનું મજબૂત નેટવર્ક બનાવ્યું છે.

''બેંકિંગ વ્યાપ વધારવા અમે રાજકોટ, અમદાવાદ, સુરત, ભરૂચ, મહેસાણા, વડોદરા અને અન્ય સ્થળો સહિતના નગરો અને ગામોમાં પ્રવેશ માટે ગલી ગલી ફિનો અભિગમ શરૂ કર્યો છે. આ પહેલ દ્વારા અમે માર્ચ ૨૦૨૦ સુધીમાં ગુજરાતમાં ફિનો નેટવર્કને ૧૨૦૦૦ વેપારી પોઇન્ટ સુધી વિસ્તૃત કરવાની યોજના બનાવીએ છીએ, જેમાં બીપીસીએલ આઉટલેટ્સનો સમાવેશ થાય છે. રાજકોટમાં વેપારી પોઇન્ટ બમણાથી વધુ થશે'', એમ શ્રી મિશ્રાએ ઉમેર્યું હતું.

આ પોઇન્ટ નો એક મોટો ફાયદો એ છે કે તે મોડે સુધી ખુલ્લા રહી શકે છે અને કોઈપણ બેંકોના ગ્રાહકો રજાઓ પર પણ પોતાનો વ્યવસાય અને સમય ગુમાવ્યા વિના તેમની સુવિધા મુજબ બેંકિંગ કરી શકે છે. આ બધું કરવા માટે વ્યકિતએ માત્ર પોતાનું આધાર પ્રમાણીકરણ કરવું પડશે અને ટ્રાન્ઝેકશન પૂર્ણ. સૌથી અગત્યનું, ઉપાડ માટે રોકડ હંમેશા આ પોઇન્ટ પર ઉપલબ્ધ હોય છે, જયારે કેટલીક વાર બેન્કના એટીએમ ખાલી હોય છે. આગલી વખતે તમારે રોકડ જમા કરવાની અથવા ઉપાડ કરવાની જરૂર છે અથવા કોઇને પૈસા મોકલવાની જરૂર છે, બેંકની મુલાકાત લેવાની જરૂર નથી.

(4:03 pm IST)