Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

શહેરના પપ દુકાનદારોને ત્યાંથી ૧૮૮ કિલો પ્લાસ્ટીક જપ્તઃ ૬૩ હજારનો દંડ

મ્યુ. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં ચેકીંગઃ ૧પ હજાર પ્લાસ્ટીકની ચમચી તથા પ હજાર પ્લાસ્ટીકના ગ્લાસ જપ્ત કરાયા

રાજકોટ, તા. ,૧૮: મ્યુ. કોર્પોરેશનની સોલ્યુવેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનના જુદાજુદા વિસ્તારોમાં SINGLE USE PLASTIC નું વેચાણ કરતા વેપારી રૂ. ૬ર,૮૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં ચેકીંગ હાથ ધરી  આવ્યો હતો.

સેન્ટર ઝોન

મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના જુદાજુદા વિસ્તારના કુલ ૨૮ દુકાનદારો પાસેથી ૪૫ કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને SINGLE USE PLASTIC ૧૬૦૦ નંગ પ્લાસ્ટિક ગ્લાસ, ૧૫૦૦૦ નંગ પ્લાસ્ટિક કપ જપ્ત કરેલ  તથા રૂ/- ૩૨,૫૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.              આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઈ જીંજાળા, મદદનીશ પર્યાવરણ ઈજનેર  ખેવનાબેન વકાણી તેમજ તમામ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરાયેલ.

ઈસ્ટ ઝોન

પુર્વ ઝોનની તમામ ટીમ ધ્વારા મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે SINGLE USE PLASTIC (એક વખત વપરાશી પ્લાસ્ટીક) તથા પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા જુદાજુદા ૦૮ આસામીઓ પાસેથી ૩૭ કી.ગ્રા. પ્લાસ્ટિક તેમજ પ્લાસ્ટીકના ગ્લાસ ૩૭૦૦ નંગ, ૩૦૦ નંગ ચમચી અને રૂ. ૧૦,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.        ઉકત કામગીરી કમિશ્નર ની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નર  સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર  પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઇજનેર  જીગ્નેશ વાદ્યેલા,   વિલાસબેન ચિકાણી, વોર્ડના એસ. આઈ.   ડી. કે. સીંધવ,   એન. એમ, જાદવ તથા વોર્ડના એસ. એસ. આઈ.   પ્રભાત બાલાસરા,   હરેશ ગોહેલ,   પ્રશાંત વ્યાસ,   અશ્વિન વાદ્યેલા,   જે. બી, વોરા,   ભુપત સોલંકી,   . એફ. પઠાણ,   ભરત ટાંક તથા   અર્પિત બારૈયા ધ્વારા કરવામાં આવેલ હતી.

વેસ્ટ ઝોન

વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વેસ્ટ ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા પ્રતિબંધિત પાન-માવા-ફકીનું પ્લાસ્ટિક ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન વેસ્ટ ઝોનના જુદાજુદા વિસ્તારના કુલ ૧૯ આસામીઓ પાસેથી ૧૦૬ કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક, ૯૦૦ નંગ પ્લાસ્ટિક ગ્લાસ, ૧૨૦૦ નંગ પ્લાસ્ટિક ચમચી તથા રૂ/- ૧૯,૮૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.           

 આ કામગીરી મ્યુનિ. કમિશનર ને આદેશ અન્વયે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર  દિગ્વિજયસિંહ તુવર, આસી. એન્જી.  ભાવેશભાઈ તથા રાકેશભાઈ તેમજ વેસ્ટ ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરાયેલ.

(4:02 pm IST)