Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

બેટરી સંચાલીત મોડેલ બનાવતો બાળ જીનિયસ વિદ્યાર્થી કહાન અમૃતિયા

સીનીયર કે.જીમા ભણતા પાંચ વર્ષના કહાન કેતનભાઇ અમૃતિયાએ બેટરી સંચાલીત મોડેલ બનાવી સૌને મંત્રમુગ્ધ કર્યાં

રાજકોટ તા. ૧૮ : જીનિયસ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ હંમેશા તેમના વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓને આકાર અને યોગ્ય દિશા આપવાનું કામ કરે છે જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ તેમની સંસ્થામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની પ્રતિભાઓને શ્રેષ્ઠ સ્તર સુધી પહોંચાવાની તકો પ્રદાન કરવા માટેહંમેશા કટીબ ધ્ધ રહે છે. જીનિયસ ઇંગ્લીશ મિડીયમ સ્કુલમાં સીનીયર કે.જી.માં અભ્યાસ કરતો પાંચ વર્ષનો વિદ્યાર્થી કહાન અમૃતિયા આટલી નાની વયથી બેટરી સંચાલીત મોડેલ બનાવે છ.ે

''પુત્રના લક્ષણ પારણાંમાં''આ કહેવતને સાકાર કરતો જીનિયસ ઇંગ્લીશ મિડીયમ સ્કુલનો જીનિયસ વિદ્યાર્થી કહાન અમૃતિયાએ પાંચ વર્ષની ઉંમરમાં બેટલી સંચાલીત ચાર મોડેલ બનાવીને સૌને આશ્ચર્યકિત કરી દીધા છે. તેમના વાલીના કહેવા મુજબ કહાન ખુબ નાની ઉંમરથી જ નવા નવા પ્રયોગો કરતો રહેતો જેમ કે સ્કેચ પેનને પાણીમાં નાખીને રંગીન થયેલા પાણીને તે કેમિકલ બનાવે છેતેમ કહેતો અને કેમિકલમાંથી ધુમાડા કેમ નીકળતા હોય છે અને તેની પાછળ શું કારણ હોય શકે તેવા વિચારો તેના મનમાં સતત ચાલતા હોય છે તેમના માતા-પિતાએ રમવા માટે આપેલા રમકડાને ખોલીને તેમનું નિરીક્ષ્ણ કરતો અને બે રમકડાને છુટા પાડીને તેમની બેટરીનો ઉપયોગ કરીને તેમાંથી એક નવુ જ મોડેલ બનાવતો તેમણે અત્યાર સુધીમાં બેટરીનો ઉપયોગ કરીને મીની ડીસીમોટર બોટ, બેટરી સંચાલીત પંખો, રોકેટ તથા દિવાસળીના બોકસ અને દિવાસળીમાંથી હેલીકોપ્ટર, એમ ચાર મોડેલ બનાવ્યા છે.

કહાન અમૃતિયાની આ પ્રતિભાને યોગ્ય દિશા અને ફલક પુરૂ પાડવા માટે સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, સી.ઇ.ઓ.ડીમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં હીના દોશી, સીમ્મી રેન્જીથ  તેમજ કહાનના પિતા કેતનભાઇ અને માતા ધારાબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(4:01 pm IST)