Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસે સેવા દિનની ઉજવણી

રાજકોટઃ વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં  જન્મદિવસે શુભેચ્છા પાઠવતા રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયા તથા મહામંત્રીશ્રીઓ ભાનુભાઈ મેતા, શ્રી જયંતિભાઈ ઢોલ, શ્રી ડો.ભરતભાઇ બોઘરાએ જણાવ્યું કે,  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે વિશ્વમાં આજે ભારત માર્ગદર્શક બન્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્ત્।ે બહેરા-મૂંગા શાળામાં તથા અંધ મહિલા વિકાસ ગૃહમાં દિવ્યાંગ ભાઈઓ-બહેનોને ફ્રુટ તથા નાસ્તા વિતરણ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે દરિદ્ર નારાયણોને ફ્રુટ વિતરણ અને સેવા બસ્તીમાં કપડા વિતરણ કરી સેવા સપ્તાહની ઉજવણીની  શરૂઆત કરવામાં આવી હતી.  અંધ મહિલા વિકાસ ગૃહના ટ્રસ્ટી  જયાબેન ઠકરારના રાજકોટ જીલ્લાના મહામંત્રી  ભાનુભાઈ મેતાએ   આશીર્વાદ લીધા હતા.  આ તકે તાલુકા પ્રમુખ  વલ્લભભાઈ શેખલિયા, જીલ્લા યુવા મોરચા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા યુવા ઉપપ્રમુખ હિરેનભાઈ જેશી, તાલુકા યુવા પ્રમુખ પ્રવીણભાઈ સેગલીયા, મિડિયા ઇન્ચાર્જ  અરુણભાઈ નિર્મળ, જયેશભાઈ પંડ્યા, દિનેશભાઇ વિરડા, અમૃતલાલ દેવમુરારી, રજનીભાઈ સખીયા, ડેનીશભાઈ પટેલ, વિવેક વિરડીયા, કશ્યપ પંડ્યા સહીતના જીલ્લાના તથા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા અલ્પેશભાઈ અગ્રાવત, મયુરસિંહ જાડેજા, વિવેક સાતા, કિશોર ચાવડાએ સંભાળી હતી

(4:01 pm IST)