Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મિલ્કત વેરા બાકીદારોને ૧ ઓકટોબરથી વ્યાજનો ડામ

શહેરીજનોએ છેલ્લા પાંચ મહિનામાં ર.૩૧ લાખ કરદાતાઓએ રૂ.૧ર૪ કરોડ તંત્રની તિજોરીમા જમા કરાવ્યા

રાજકોટ તા.૧૮ : મ્યુ.કોર્પોરશન મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાને ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ ના રપ૦ કરોડના લક્ષ્યાંક સામે આજ દિન સુધીમાં ર.૩૧ લાખ કરદાતાઓએ રૂ.૧ર૪ કરોડ તંત્રની તિજોરીમાં જમા કરાવ્યા છે. સપ્ટેબર બાદ એટલે કે ૧લી ઓકટોબરની મિલ્કત વેરો ભરનાર કરદાતાઓને ૧૮ ટકા વ્યાજનો ડામ લાગશે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની વેરા શાખાના સતાવાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ૧ એપ્રિલ ર૦૧૯ થી ૧૮ સપ્ટેમ્બર ર૦૧૯ સુધીમાં ર,૩૧,ર૩૩ કરદાતાઓએ રૂ.૧ર૪.૪૦ કરોડ તંત્રની તીજોરીમાં ઠાલવ્યા છે જેમાં વોર્ડ ઓફીસમાં ૮૬ હજાર લોકોએ ૪૬.૬૦ કરોડ, કોર્પોરેશનના સીવક સેન્ટર, યશ બેંક પોસ્ટ ઓફીસ આઇસીઆઇસીઆઇ બેંકમાં વેરો ભર્યો હતો.

આ ઉપરાંત ૮૪,૬ર૯ કરદાતાઓએ રૂ.૩૮.૪પ કરોડ ઘર બેઠા એટલે કે ઓનલાઇન વેરો ભર્યો છ.ે

વધુમાં મળતી માીહતી મુજબ આ વર્ષ ર૦૧૯-ર૦ના મ્યુ.કોર્પોરેશનમાં બજેટમાં વેરા શાખાને રૂ.રપ૦ કરોડનો મિલ્કત વેરાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છ.ે આજદિન સુધી રૂ.૧ર૪ કરોડની વેરા વસુલાત થવા પામી છે. સપ્ટેમ્બર માસ બાદ મીલ્કત વેરા બાકીદારોને ૧૮ ટકા વ્યાજ સાથે વેરો વસુલવામાં આવશે. અને વેરા શાખા દ્વારા લક્ષ્યાંક પુર્ણ કરવા સીલીંગ હરરાજી સહિતની કાર્યવાહી હાથ ધરાશે. અત્રે નોંધનીય છે કે મ્યુ.કોર્પોરેશન દ્વારા નિયમ એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાઓને બે મહિના ૧પ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છ.ે

(4:00 pm IST)