Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રિલાયન્સ-ઇસ્કોન-બીગબજાર-ડીમાર્ટ સહીતના શોપીંગ મોલમાં મચ્છરોનો ઉપદ્રવઃ રરપ૦૦ નો દંડ

રાજકોટ : મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલની સુચના અનુસાર આરોગ્ય શાખાની ટીમ દ્વારા જયાં લોક સમુદાય વધુ એકત્રિત હોય તેવી પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ ચેકિંગ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. જે સબબ તમામ મોટા મોલમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમાં ઇસકોન-બીગબજાર ખાતે સેલરમાં અગાસી પરના પક્ષી માટે રાખેલ કુંડી,ટાયર, પ્લાસ્ટીકના બાઉલ, સોડાનીખાલી બોટલમાં વરસાદી પાણીમાં, ક્રુડ વિભાગ પાસેની પાણીની ડોલમાં મચ્છરના પોરા જોવા મળેલ ક્રિસ્ટલ મોલ-લાઇટ રૂમમાં જમા પાણીમાં, અગાસી પરના ભંગારમાં પાર્કિંગ, ફલોરમાં જમા પાણીમાં મચ્છરના પોરા જોવા મળેલ. રિલાયન્સ મોલ-એન્ટ્રી અને એકઝીટગેઇટ પાસે પડેલ ભંગાર અને કુંડીમાં તથા ફલોર પર જમા રહેતા પાણીમાં, વોટર ફિલ્ટર પાછળ પડેલ ભંગારમાં વરસાદી પાણીમાં સેલરની બોક્ષગટરમાં જમા વરસાદી પાણીમાં,લેવલીંગને અભાવે અગાસી પર જમા વરસાદી પાણીમાં મચ્છરના પોરા જોવા મળેલ. કોર્પો ખાતે પ્લાસ્ટીકના ડબ્બામાં મચ્છરના પોરા જોવા મળેલ આ તમામ મોલમાં સંચાલકોને મચ્છર સબબ રરપ૦૦ નો દંડ ફટકારાયેલ તે વખતની તસ્વીર

(3:57 pm IST)