Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

હેલ્મેટ પહેરવામાં ૧૬મી સુધી મુકિત મળતાં કોંગ્રેસે ફટાકડા ફોડ્યા

. હેલ્મેટના કાયદામાંથી ૧૬મી ઓકટોબર સુધી મુકિતની સરકારે જાહેરાત કરતાં કોંગીજનોએ પોતાના આંદોલનને કારણે સરકાર મુદ્દત આપવા મજબૂર થયાનો દાવો કરી જીલ્લા પંચાયત-અકિલા ચોકમાં ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. કોંગી આગેવાનો અને કાર્યકરો આજથી આ ચોકમાં હેલ્મેટના કાયદા વિરૂધ્ધ ધરણા પર બેસવાના હતાં. મંજુરી મળી ન હોવા છતાં બધા આંદોલન માટે પહોંચ્યા હતાં. પરંતુ આંદોલન શરૂ થાય એ પહેલા જ પોલીસે અટકાયતમાં લઇ લીધા હતાં. દરમિયાન ૧૬મી સુધી હેલ્મેટમાંથી મુકિત મળતાં કોંગીજનોએ મોટી સંખ્યામાં ઉમટી પડી સુત્રોચ્ચાર કરી ફટાકડા ફોડ્યા હતાં. પ્રદેશ કોંગી અગ્રણી ડો. હેમાંગ વસાવડા, શહેર પ્રમુખ અશોક ડાંગર, કોંગી આગેવાન જસવંતસિંહ ભટ્ટી, મહેશ રાજપૂત, અતુલ રાજાણી, પ્રદિપ ત્રિવેદી, દિલીપ આસવાણી,   કોર્પોરેટર મનસુખ કારલીયા, રહિમ સોરા, નિર્મળ મારૂ સહિતના નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:56 pm IST)