Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ભંગાર-જીનીંગ-પ્લાસ્ટીક-લોખંડના ૮ વેપારીઓ ઉપર વેટના દરોડાઃ ૪ પેઢી બોગસ નીકળી

ચાલુ તપાસોમાં પ૦ લાખની વસુલાતઃ ૩પ લાખની વેરા શાખા બ્લોકઃ રાજકોટમાં ૬ વેપારી ઝપટે

રાજકોટ તા. ૧૮: રાજકોટ જીએસટી દ્વારા ગઇકાલે઼ બપોર બાદ રાજકોટના ૬ સહિત કુલ ૮ વેપારી પેઢીઓ ઉપર દરોડાનો દોર શરૂ કરાયો હતો, તેમાંથી ૪ વેપારી પેઢી બોગસ હોવાનો ધડાકો થયો છે, ર સ્થળે તપાસ ચાલુ છે, અને એક વેપારીના હિસાબો-ચોપડા જપ્ત કરી લેવાયા છે.

સાધનોના ઉમેર્યા પ્રમાણે હાલ અને અગાઉની જે તપાસો ચાલુ છે, ત્યાં પ૦ લાખની સ્થળ ઉપર જ વસુલાત કરી લેવાઇ છે, અને ૩પ લાખની વેરા શાખ બ્લોક કરી દેવાઇ છે.

રાજકોટ જીએસટીના ડીવીઝન-૧૦ના જોઇન્ટ કમિશ્નર શ્રી ત્રીવેદીના માર્ગદર્શન હેઠળ રાજકોટના-૬, ટંકારા-મોરબીમાં ૧-૧ મળી કુલ ૮ સ્થળે ભંગાર, જીનીંગ, પ્લાસ્ટીક આઇટમ, અને લોખંડના વેપારીઓને ત્યાં દરોડા પડાયા હતા, હજુ બે સ્થળે તપાસ ચાલુ છે.

(3:44 pm IST)