Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કેસરી પુલ નીચે આજી નદીમાં ડુબી જતાં વૃધ્ધનું મોતઃ ઓળખ મેળવવા તજવીજ

રાજકોટ તા. ૧૮: કેસરી પુલ નીચે અજાણ્યા વૃધ્ધ આશરે ૬૦ વર્ષના નદીમાં ડુબી જતાં મોત નિપજતાં તેમની લાશ બહાર કાઢવામાં આવી હતી. બી-ડિવીઝનના પીએસઆઇ એન. જે. જાડેજા અને હરપાલસિંહે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતક વૃધ્ધની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુઓ મળી નથી. તસ્વીરમાં દેખાતા વૃધ્ધના વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૩૦૬૩૭ ઉપર સંપર્ક કરવો.

(3:43 pm IST)