Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

લક્ષચંડી મહાયજ્ઞ અંતર્ગત ગોવાણી છાત્રાલયમાં વિવિધ કાર્યક્રમો

રાજકોટ : ઉંઝા ખાતેના લક્ષચંડી મહાયજ્ઞને લઇને ઠેરઠેર તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે. રૂ.સવા ચાર કરોડની બોલી સાથે મોરબીના સનહાર્ટ ફેકટરીના માલિક ગોવિંદભાઇ વરમોરા યજ્ઞના મુખ્ય યજમાન બન્યા છે. ત્યારે તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ ઉમિયા માતાજી સંસ્થાન ઉઝાના સુત્રધારો સર્વશ્રી મણીભાઇ પટેલ મમ્મી (પ્રમુખ) દીલીપભાઇ પટે નેતાજી (માનદ મંત્રી), ગટોરભાઇ પટેલ ઉપપ્રમુખ (બોટાદ), દૈનિક પાટલા રજીસ્ટ્રેશન કમીટીના ચેરમેન હિતેશભાઇ પટેલ (મારૂતિ), હિમ્મતભાઇ પટેલ, બીપીનભાઇ પટેલ વગેરેની ઉપસ્થિતીમાં યોજાયો હતો. પાટીદાર સમાજના ભામાશા અને ફિલ્મ માર્શલ ગ્રુપના સ્થાપક ઉદ્યોગપતિ પોપટભાઇ પટેલની ઘરે મુલાકાત લીધી હતી. આ સમયે તેમના પુત્રો ચંદુભાઇ અને દિપકભાઇ પટેલ સાથે રહ્યા હતા. ચર્ચા વિચારણા બાદ ફિલ્ડમાર્શલ તથા ગોવાણી કન્યા છાત્રાલય પર આવીને એક હજાર દિકરીઓને સંબોધન કરેલ. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ચંદુભાઇ કણસાગરા, મેનેજીંગ ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુ, કેમ્પસ ડાયરેકટર પ્રો. જે. એમ. પનારા, તત્કાલીન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયા, ધર્મેન્દ્ર ફળદુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરને મણીભાઇ પટેલ (મમ્મી) તના દીલીભાઇ પટેલ (નેતાજી) ના હસ્તે રાજકોટ શહેરની માતાજીની હુંડીની અર્પણવિધિ કરવામાં આવી હતી. નાણા સમિતિના ચેરમેન ગૌતમભાઇ ધમસાણીયાએ આ હુંડીનો સ્વીકાર કર્યો હતો. આગામી દિવસોમાં સીદસર મંદિર સંગઠન સમિતિના કન્વીનર કાન્તિભાઇ ઘેટીયા, કાન્તિભાઇ માકડીયા, પ્રફુલભાઇ કાથરોટીયાની ટીમ દ્વારા કડવા પાટીદાર સમાજના ઘરે ઘરે માતાજીની હુંડી પહોંચાડવામાં આવશે. સ્વાગત પ્રવચન પ્રો. જે. એમ. પનારાએ કરેલ. લક્ષચંડી હવાનને લઇને વિવિધ કાર્યક્રમો આયોજીત થયા હતા. જેમાં એક દિવસ બિન અનામત નિગમ દ્વારા વિવિધ સહાય યોજનાઓથી સૌને પરિચિત કરવા માહિતી અને માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી. બિન અનામત કોર્પોરેશનના રાજકોટ જિલ્લા મેનેજર દિનેશભાઇ આરદેસણાએ વિવિધ સરકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. વિજયાબેન કણસાગરા ઓડીટોરીયમમાં હાસ્ય દરબારનું પણ આયોજન કરાયુ હતુ. જેમાં લોકસાહિત્યકાર રમેશભાઇ વ્યાસે હાસ્યની છોળો ઉડાવી હતી. સ્પીપા રાજકોટ કેન્દ્રના સંયુકત નિયામક અને સુપ્રસિધ્ધ લેખક કોલમીસ્ટ તથા મોટીવેશનલ સ્પીકર શૈલેષભાઇ સગપરિયાનું પ્રેરણાત્મક વ્યાખ્યા ગોઠવવામાં આવતા બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. એજ રીતે ડો. ભાણજીભાઇ કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન દ્વારા વિનામુલયે હિમોગ્લોબીન તપાસ અને કેન્સર જાગૃતીનો સેમીનાર ગોઠવવામાં આવેલ. ભારત સેવક સમાજ સુરેન્દ્રનગર અને પી.એન.આર. સોસાયટી ભાવનગરના સહયોગથી વિનામુલયે રૂબેલા રસીકરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો. ૪૨૫ દિકરીઓને આ રસી અપાઇ હતી. તસ્વીરમાં કાર્યક્રમોની તસ્વીરી ઝલક જોવા મળે છે.

(3:42 pm IST)