Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

એ.જી.ઓફીસમાં હિન્દી સપ્તાહ

 રેસકોર્ષ રોડ ઉપર આવેલ એ.જી.ઓફીસમાં રાજભાષા હિન્દી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. સપ્તાહનું ઉદઘાટન એ.જી.ઓડીટના પી.એ.જી. શ્રી યશવંતકુમારના હસ્તે દિપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિકારી સર્વશ્રી એન.એસ.ઐયર શિવા સુબ્રમનીયમ શ્રીમતી ગીતા રઘુ, સંદીપ પાંડુલે તથા શિરીષ માંકડ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં એકાઉન્ટસ ઓફીસર સુનીલ પારેખે સર્વેનું સ્વાગત પુષ્પ ગુચ્છથી કર્યુ હતું. આ પ્રસંગે સુનિતા આહીર ખાસ ઉપસ્થિત રહયા હતા. ઓફીસની બહેનોએ પ્રાર્થના ગીત રજુ કર્યુ હતું.

(3:40 pm IST)