Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મારૂતિ કોટન કંપનીના ભાગીદારને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજાનો હુકમ

રાજકોટ, તા. ૧૮ : મારૂતી કોટન કાું. ના ભાગીદાર હરેશભાઇ પુનાભાઇ બોદરને રૂ. ૩૭,૦૦,૦૦૦/ ના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા અને રૂ. ૩૭,૦૦,૦૦૦/- નું વળતર ચુકવવાનો હુકમ કોર્ટ ફટકાર્યો હતો.

સદર કેસની હકિકત એવી છે કે, રાજકોટ ખાતે વાણંદ જ્ઞાતી મંડળ નામની સંસ્થાને પોતાની જ્ઞાતી માટે એક વાડી માટે પ્લોટની જરૂરીયાત હોય સંસ્થા દવારા આ કામનાં આરોપી હરેશભાઈ પુનાભાઈ બોદરનાઓનો સંપર્ક સાધેલો ત્યારે હરેશભાઈ બોદરએ એવુ જણાવેલ કે મારી પાસે રાજકોટ શહેરના રેવન્યુ સર્વે નંબર ર૭/ર૮ પૈકી શ્રી કોહીનુર પેપર ઈન્ડ. તરીકે ઓળખાતી ૯ એકર (કોમર્શીયલ તથા ઈન્ડસ્ટ્રીયલ હેતુ માટે બીનખેતી થયેલ) તે પૈકી ૪૦૦ વારનો પ્લોટ છે જેથી ફરીયાદી સંસ્થાએ આ પ્લોટ ખરીદવાનો હોય ફરીયાદી અને આરોપી વચ્ચે કરાર કરવામાં આવેલ અને તે કરાર મુજબ જરૂરી નાણાની ચુકવણી કરી દેવામાં આવેલ ત્યારબાદ આ કામનાં આરોપી ઘ્વારા ફરીયાદી સંસ્થાને એવુ જણાવવામાં આવેલ કે, હાલ આ જગ્યાની સરકારી કાર્યવાહી મહેસુલ પંચ ગુજરાત રાજયમાં ચાલુ છે જે કેસની પતાવટ આવ્યે ફરીયાદી સંસ્થાને સદરહું જગ્યાનો સંસ્થાના નામજોગ દસ્તાવેજ કરી આપીશ. પરંતુ કોઈ અગમ્ય કારણો સર આરોપી સદર જગ્યાને સરકાર માંથી કલીયર કરાવી શકયા નહી અને તેથી તેઓએ પોતે લીધેલા રૂપીયા ફરીયાદી સંસ્થાને પરત આપવાનું વચન, વિશ્વાસ અને બાહેધરી આપેલી અને તે બાંહેધરી મુજબ આરોપી હરેશભાઈ પુનાભાઈ બોદરએ પોતાની પેઢી મારૂતી કોટન કડું ના નામનો રા. ૩૭,૦૦,૦૦૦/- નો ચેક આપેલ આ ફરીયાદી સંસ્થાએ વસુલાત માટે નાખતા અપુરતુ ભંડોળના શેરા સાથે પરત ફરેલ જેથી ફરીયાદી સંસ્થાએ પોતાના એડવોકેટ મારફત આરોપીને કાયદેસરની નોટીશ આપેલ અને તેમ છતાં આરોપીએ પૈસાની ચુકવણી ન કરતાં ફરીયાદી સંસ્થાએ આરીપી ૫૨ રાજકોટની ચીફ જયુડીશયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં કેસ કરેલ અને જે કેસ ચાલી જતાં સમગ્ર પુરાવાઓનુ મુલ્યા્કન કરી નામદાર અદાલત ઘ્વારા આ કામનાં આરોપી હરેશભાઈ પુનાભાઈ બોદરને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૂમ. ૩૭,૦૦,૦૦૦/- નુ વળતર ફરીયાદીને નેવુ દિવસમાં ચુકવી આપવુ અને જો તે ચુકવવામાં નિષ્ફળ જાય તો બીજા એક વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કામમાં મુળ ફરીયાદી સંસ્થા વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી રક્ષિતભાઈ કલોલા, અશ્વીનભાઈ પાડલીયા, રાહુલભાઈ મકવાણા, બીનલબેન મહેતા, નિલેશભાઈ જોષી, મનુભાઈ સોરીયા રોકાયેલ હતાં.

(3:38 pm IST)