Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પરિણિતાને આપઘાતની ફરજ પાડવાના કેસમાં પકડાયેલ સાસરીયાને શંકાનો લાભ

મૃતકનું નિવેદન શંકાસ્પદ હોવાની બચાવ પક્ષની સફળ રજુઆત

રાજકોટ, તા. ૧૮ :  રાજકોટ રામેશ્વર સોસાયટીમાં રહેતી ગુજરનાર મીનાક્ષીબેન તા. ૦પ-૧૧-ર૦૧પ ના રોજ પતિ, સાસુ-સસરાના ત્રાસથી કંટાળી કેરોસીન છાંટી આપઘાત કરી લેતા થયેલ ફરીયાદના અનુસંધાને આરોપીઓ (૧) નયના બેન મનસુખભાઇ પીલોજપરા (સાસુ), (ર) મનસુખભાઇ અમરશીભાઇ પીલોજપરા (સસરા), (૩) મયુર મનસુખભાઇ પીલોજપરા (પતિ) સામેનો કેસ ચાલી જતા શંકાનો લાભ આપતી છોડી મુકવા અદાલતે  હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે ગુજરનાર મીનાક્ષીબેનના લગ્ન મયુર મનસુખભાઇ સાથે થયેલા લગ્ન બાદ ગુજરનાર સંયુકત કુટુંબનાં લગ્નજીવન ગાળવા આવેલા દરમિયાન લગ્નના છ માસમાં જ આરોપીઓ ગુજરનારને રસોઇ બનાવવા બાબતે તેમજ ઘરકામ બાબતે શારીરિક અને માનસીક દુઃખ ત્રાસ આપી ઘરની બહાર નીકળવા નહીં દઇ, તું જરાઇ ગમતી નથી તેમ કહી માવતરે મોકલવાી દેવાની વાત કરી મરણ જનારને ખુબ જ અસહય ત્રાસ લગ્ન જીવનના માત્ર છ માસના ગાળામાં આપતા આવા કાયમી ત્રાસ સહન ન થતા કંટાળી ગુજરનારએ તા. ૦પ-૧૧-ર૦૧પના રોજ પોતાના શરીર પર કેરોસીન છાંટતા તાત્કાલીક ૧૦૮માં લઇ જઇ સરકારી દવાખાને દાખલ કરેલા ત્યાંથી વધુ સારવાર માટે દેવ હોસ્પીટલમાં લઇ ગયેલા અને ટુંકા જ સમયમાં ગુજરનાર મૃત્યુ પામેલ. જેથી આરોપીએ વિરૂધ્ધ ફરીયાદ થયેલ હતી.

આ કામમાં આરોપી તરફે રોકાયેલા શ્રી રોહિતભાઇ બી. ઘીઆ એ એવી રજુઆત કરેલ કે આ કામમાં ગુજરનાર ૯પ% દાઝી ગયેલા હતા અને દાઝવાના કારણે ગુજરનારના ફેફસા તેમજ શ્વાસનળી માં કાર્બન ડાયોકસાઇડ જમા થયેલ અને ગુજરનાર ખુબ જ કણસતા હતા તેમજ દાખલ કરેલા ત્યારે બન્સ વોર્ડમાં ગુજરનારનું બી.પી. માપી શકાય તેમ ન હતું. તેમજ શ્વાસો શ્વાસની ક્રિયા ખુબ જ વધી ગયેલ તેમજ નાડીના ધબકારા ખુબ જ વધી ગયેલા. ગુજરનારની સ્થિતિ ખુબ જ ગંભીર હતી. ગુજરનાર બોલી-ચાલી શકે તેમ ન હતા, ગુજરનાર ભાનમાં હોવા છતાં ફીટ સ્ટેપ ઓફ માઇન્ડ ન હતું. તેમજ ગુજરનારની સ્થિતિ વેલઓરીયેન્ટેડ ન હતી. તેમજ ગુજરનારની સ્થિતિ ખુબ જ વીકટ હોવાના કારણે સરકારી દવાખાનામાં તાત્કાલીક ટ્રામાડોલ નામના ઇન્જેકશન આપવામાં આવેલા જે ઇન્જેકશનમાં મોરફીનના ભાગ હોય જે આપવાની દર્દી ઘેનમાં ચાલ્યા જાય આવી હકિકત ડોકટરની ઉલટ તપાસ દરમ્યાન ખુલવા પામેલ તેમજ ગુજરનારનું મામલતદાર લીધેલ ડાઇંગ ડેકલેરશનમાં પણ ડોકટરનું માત્ર કોન્સીયન્સનો શેરો હોય ફીટ સ્ટેટ ઓફ માઈન્ડનો શેરો નથી.

ડોકટરની ઉલટ તપાસ ધ્યાને લેતા અને ડોકટરે રજુ કરેલ સારવારના પેપર્સો ધ્યાનમાં લેતા ડાઇંગ ડેકલેેરેશન ગુજરનારે આપેલ નથી તેમજ ગુજરનારને સવારે ૧૦ વાગે સરકારી હોસ્પિટલમાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં રીફર કરેલ હોય અને જયારે મામલતદારે લીધેલ ડાઇંગ ડેકલેરેશનમાં મારેલ શેરો સરકારી દવાખાનામાં સવારે ૧૦.ર૦ વાગ્યાનો હોય આમ ડાઇંગ ડેકલેરેશન ઉભુ કરેલ છે તેવી વિસ્તૃત દલીલ કરતા નામ, અદાલતે ડાઇંગ ડેકલેરેશન શંકાસ્પદ માનેલ તેમજ ગુજરનારે પીયરીયા સમક્ષ આપેલ નિવેદન કે જે હિયર્સ એવીડન્સ ગણાય. તેમજ સમગ્ર પુરાવો પ્રોસીકયુશનના કેસને જડમુળમાંથી નાશ કરે છે તેવા વિરોધાભાષા હકિકત પુરાવા દરમિયાન આવેલ હોય જે અદાલતે ગ્રાહ્ય રાખી આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ આપેલ હતો.

આ કામમાં આરોપીઓ તરફે સૌરાષ્ટ્રના ધારાશાસ્ત્રી શ્રી રોહિતભાઇ બી. ઘીઆ તથા કમલેશભાઇ શાહ તથા જીજ્ઞેશભાઇ શાહ રોકાયેલ હતા.

(3:38 pm IST)