Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પોપટપરામાં મુળ ગોવાની મેરેલીનનો બહેન સાથે ઘરકામ માટે ચડભડ થતાં આપઘાત

બ્યુટી પાર્લરમાં નોકરી કરતી હતીઃ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી

રાજકોટ તા.૧૮: પોપટપરામાં રઘુનંદન સોસાયટીમાં રહેતી મૂળ ગોવાની ક્રિશ્ચન યુવતીએ ઘરકામ બાબતે ઝઘડો થતા લાગી આવતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ગોવાની વતની હાલ રાજકોટ પોપટપરામાં રઘુનંદન સોસાયટી શેરી નં.૨/૫ના ખૂણે રહેતી મેરેલીન લુઇસભાઇ રોડરીક્ષ (ઉ.વ.૨૫)એ સવારે પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

તેના પરિવારજનો યુવતીને લટકતી જોઇ જાણ કરતા તાકીદે ૧૦૮ની ટીમે સ્થળપર પહોંચી તપાસ કરતા તેણીનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદ પ્રનગર પોલીસ મથકના એએસઆઇ કનુભાઇ તથા રાઇટર વિમલબેને સ્થળપર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક મેરેલીન આમ્રપાલી ફાટક પાસે એક બ્યુટી પાર્લરમાં નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે. તે ત્રણ બહેનોમાં નાની હતી. ઘરકામ બાબતે બહેન સાથે ઝઘડો થતા લાગી આવતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યુ છે.

(3:37 pm IST)