Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પહેલા મેમો પછી પૈસા વધે તો જમો...

હેલ્મેટનો કાયદો તાત્કાલીક અમલમાં લાવ્યો, તો ફી નિયમનના કાયદાને તો ૧૮ મહિના થઈ ગયા તો પણ પગલા લેવાયા નથી : અનડકટ - રાઓલ - મુંધવા

રાજકોટ, તા. ૧૮ : પ્રદેશ કોંગ્રેસના સહમંત્રી ગોપાલ અનડકટ અને કોંગી અગ્રણીઓ ઈન્દુભા રાઓલ, રણજીત મુંધવાએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે ગત તા.૧૬ થી આખા ભારતમાં મોટર વ્હીકલ એકટના કાળા કાયદાનો અમલ કરાવીને ભોળી જનતા પર દંડ અને જેલ જેવા બિહામણા બહાનાઓ બતાવીને રીતસરની લૂંટ કરતી સરકારને ફી નિયમન કેમ અમલ કરાવવાનું નથી સૂઝતુ કે પછી જાણી જોઈને શિક્ષણની હાટડીઓ માંડનારને જ ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા રક્ષણ આપવામાં આવે છે. જયારે ચૂંટણી હતી ત્યારે ભોળી પ્રજાને 'પહેલા નમો પછી જમો' આવા સૂત્રો બનાવી મૂર્ખ બનાવ્યા હવે 'પહેલા મેમો પછી પૈસા વધે તો જમો' અને ગુજરાતમાં જયારે ૨૦૧૭માં ચૂંટણી આવી તો તત્કાલ ફી નિયમનો કાયદો બનાવી ભોળી પ્રજા પાસેથી મત લઈ મૂર્ખ બનાવ્યા હવે એ જ છે ને સોલીડ કામવાળી સરકાર શાળાના સંચાલકોને રક્ષણ આપે છે.

જો હેલ્મેટનો કાયદો તત્કાલ અમલ કરાવી શકે તો ૨૦૧૭થી અમલમાં આવેલા ફી નિયમનનો કાયદો કેમ નહિં છેલ્લા ૧૮ મહિનાથી ગુજરાતની પ્રજા સરકારના આદેશની રાહ જોઈ રહી છે કે કયારે ભાજપ સરકાર ફી નિયત કરાવશે. ૧૮ મહિનામાં સરકાર દ્વારા માત્ર વાલીઓને લોલીપોપ આપવામાં આવી કે ઝોનવાઈઝ ફી રેગ્યુલર કમીટી બનાવીશુને જલ્દી અમલ કરાવીશુ. કમીટી બનાવવાની વાત હતી તેમાં નિવૃત જજ કલેકટર જેવા વ્યકિતઓની પણ બનાવી તો માત્ર શાળા સંચાલકોની ચોર ને જ ચોરીની તપાસ સોંપી આમા કયાંથી વાલીઓને બાળકોને ફીમાં રાહત થાય પણ જો વડાપ્રધાનના જન્મદિનમાં કરોડોનો ધુમાડો કર્યો એના કરતા ફી નિર્ધારણ કાયદો અમલ કરાવ્યો હોત તો વાલીઓ વડાપ્રધાનની જન્મદિનની રીટર્ન ગીફટ આપવાની જરૂર હતી તેમ સર્વશ્રી અનડકટ, રાઓલ અને મુંધવાએ અંતમાં જણાવ્યુ છે.

(3:19 pm IST)