Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ચૂંટણી પંચ દ્વારા મતદાર ચકાસણી કાર્યક્રમઃ લોકોને ૧પ ઓકટો. સુધીમાં પોતાની વિગતો ચકાસવા કલેકટરની અપીલ

રાજકોટ તા. ૧૮: ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧ સપ્ટેમ્બર થી ૧પ ઓકટોબર ર૦૧૯ સુધી સમગ્ર દેશમાં સૌથી મોટા મતદાર ચકાસણી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સૌને મતદાર યાદીમાં પોતાની તથા પોતાના કુટુંબીજનોની વિગતની ચકાસણી કરવા અપીલ કરાઇ છે.

(૧) મતદાર www.nvsp.in, "VOTER HELPLINE" મોબાઇલ એપ. કે જે પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે તેના મારફતે તથા ઇ-ગ્રામ કેન્દ્ર, નાગરીક સુવિધા કેન્દ્ર (CSCs) ની રૂબરૂ મુલાકાત લઇને મતદાર પોતાની તથા પોતાના કુટુંબના અન્ય સભ્યોની વિગતની ચકાસણી તથા પ્રમાણિકરણ કરી શકે છે.

(ર) PwD (Person with Disability) મતદાર આ સંબંધમાં વોટર હેલ્પલાઇન નંબર 1950 ઉપર મારફતે ચકાસણી કરી શકે છે.

(૩) EVP કાર્યક્રમ દરમિયાન મતદારએ પોતાની વિગતોની ચકાસણી માટે નીચેના ડોકયુમેન્ટ પૈકી કોઇ એક ડોકયુમેન્ટ અપલોડ કરવાનો રહે છે.

ભારતીય પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, સરકારી/અર્ધ સરકારી કર્મચારીઓ માટેનું ઓળખપત્ર, બેંક પાસબુક, ખેડુત ઓળખપત્ર, પાન કાર્ડ, NPR હેઠળ RGI દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, સરનામા માટે તાજેતરમાં પાણીવેરો/ટેલિફોન/ઇલેકટ્રીસીટી/ગેસ જોડાણ અંગેનું બીલ વિગેરે અપલોડ કરવાથી ચકાસણી થઇ શકશે તેમ જીલ્લા કલેકટરની યાદી ઉમેરે છે.

(3:18 pm IST)