Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પ્રશાંત ચોકસી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા શનિવારે સરસ્વતી સત્કાર સમારોહ અને સંગીત સંધ્યા

રાજકોટ તા. ૧૮ : વિવિધ સામાજીક સેવાકિય પ્રવૃત્તિ કરતા પ્રશાંત ચોકસી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા શનિવારે તા. ૨૧ ના શ્રીમાળી સોની સમાજની ઉગતી પ્રતિભાઓને સન્મનીત કરવા સરસ્વતી સત્કાર સમારોહનું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે કાર્યક્રમની વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે ગુજરાતભરમાંથી શ્રીમાળી સોની સમાજના વિદ્યાર્થી ભાઇ બહેનો પાસેથી એન્ટ્રીઓ મંગાવવામાં આવી હતી. જેમાંથી પ્રથમ ત્રણ સ્થાન પર પસંદ થયેલ વિદ્યાર્થીઓને મોમેન્ટો તેમજ બાકીના તમામ વિદ્યાર્થીઓનું સ્મૃતી ભેટ આપી સન્માન કરાશે.

કાર્યક્રમમાં અગાઉ જાહેર થયેલ 'પ્રશાંત  ચોકસી જ્ઞાન જયોત એવોર્ડ ૨૦૧૯ ના વિજેતા ૭ વિદ્યાર્થીઓને રૂ.૫૧૦૦ ના પુરસ્કાર તથા સર્ટીફીકેટ આપી સન્માનીત કરાશે.તા. ૨૧ ના શનિવારે રાત્રે ૮ થી ૧ અટલ બિહારી બાજપાઇ હોલ, પેડક રોડ ખાતે યોજાયેલ આ સમારોહમાં શ્રીમાળી સોની મહામંડળના પ્રમુખ ડો. જયેન્દ્રભાઇ રાણપરા અને સોની સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સન્માનની સાથો સાથ સંગીત સંધ્યા પણ રાખેલ છે. જેમાં મ્યુઝીક એરેન્જર તુષાર ગોસાઇના ગ્રુપ સાથે વર્સેન્ટાઇલ સીંગર એડવોકેટ આશીતભાઇ સોનપાલ તથા વોઇસ ઓફ લતા-આશા અમી ગોસાઇ દ્વારા સદાબહાર ગીતો રજુ થશે. સમગ્ર સંચાલન એડવોકેટ મિનલબેન સોનપાલ અને એડવોકેટ ઉપીનભાઇ ભીમાણી સંભાળશે.

તસ્વીરમાં કાર્યક્રમની વિગતો વર્ણવતા હિતેષભાઇ ચોકસી, અમીબેન ગોસાઇ, તુષારભાઇ ગોસાઇ, નયનભાઇ રાણપરા, મનોજભાઇ સોની, એડવોકેટ વિનુભાઇ વઢવાણા, એડવોકેટ રાજુભાઇ પટણી, રાજેશભાઇ પાટડીયા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:17 pm IST)