Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પંચનામુ કરવા બોલાવી મહિલાને મારકુટ કર્યાની કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.૧૮: પંચનામુ કરવા પોલીસ સ્ટેશન બોલાવી માર મારી, ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી, કરતા પડધરી પી.એસ.આઇ. સહીત ૪ સામે પડધરી કોર્ટમાં ગંગાબેન સોલંકીએ ફરિયાદ કરતાં કોર્ટે ઇન્કવાયરી કરવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે તા.૯-૯-૨૦૧૯ના રોજ પડધરી પોલીસ સ્ટેશનમાંથી વકારભાઇ નામના પોલીસ કર્મચારીનો ફોન આવેલ કે ગોધરાની એક મહિલા આપઘાત કરેલ છે. પંચનામુ કરવાનું છે. પોલીસ સ્ટેશનમા આવી પંચમા સહી કરી જાવ તેટલી મદદ કરો તે કહી ગંગાબેન પ્રફુલભાઇ સોલંકીને પડધરી પોલીસ સ્ટેશને બોલાવેલ હતા.

ગંગાબેન પંચમા સહી કરવા આવેલ ત્યારે પડધરી ગામના નિતિન ડોડીયા ગંગાબેનને પોલીસ સ્ટેશને મુકવા આવેલ. પડધરીના પી.એસ.આઇ.ને જુનો વાંધો ચાલતો હોય ગંગાબેન પંચમા સહી કરવા ઉપરના માળે ગયેલ ત્યારે નીતિન ડોડીયાને પી.એસ.આઇ.એ ખુબ માર મારેલ. માર મારીને ઉપરના માળે લઇ આવેલ. ત્યા ગંગાબેનની સામે માર મારતા બચાવવાના પ્રયાસ કરતા સીડી ઉપર ગંગાબેનને ધક્કો મારી ગાળો આપી મારી નાખવાની ધમકી આપેલ.

કોર્ટ સમક્ષ રજુ થયેલ પોલીસ ફરિયાદ અને ફરિયાદી ગંગાબેનનું વેરીફીકેશન લેતા જે વેરીફીકેશન મા જણાવેલ હકીકત ફરિયાદ મુજબની જ હોય. ગુનાની ગંભીરતા ધ્યાને લઇ નામ. કોર્ટે ફો.ફ.ઇન્ક. રજીસ્ટર લેવા હુકમ કરેલ છે. અને આ ફરિયાદ કોર્ટ ઇન્કવાયરીમાં રાખવામાં હુકમ કરવામાં આવેલ છે.

(3:16 pm IST)