Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

એઇમ્સના મુદ્દે કાલે દિલ્હીમાં મીટીંગઃ DPR હજુ આવ્યો ન હોય દરવાજો-ફોરલેન્ડનું કામ અટકયું

રાજકોટથી સીવીલ સર્જન મનીષ મહેતા જશેઃ કલેકટર દ્વારા સમીક્ષા યોજાઇ

રાજકોટ તા. ૧૮: રાજકોટને મહત્વની એવી એઇમ્સની ભેટ મળી છે, પરંતુ ખાટલે મોટી ખોટ મુજબ હજુ દિલ્હીથી ડીપીઆર ફાઇનલ થઇને આવ્યો ન હોય બધુ અટકી પડયું છે, ર૦ દિ' પહેલા રાજકોટ રૂરલ પ્રાંત દ્વારા ડીપીઆર મોકલવા અંગે દિલ્હી પત્ર પાઠવાયો છે, પરંતુ હજુ સુધી ડીપીઆર આવ્યો નથી, ગઇકાલે કલેકટરે પણ આ બાબતે સમીક્ષા મીટીંગ લીધી તેમાં પણ આ જ મુદે ચર્ચા થઇ હતી.

અત્રે એ નોંધનીય છે કે ડીપીઆર નહિ આવતા, વીજતંત્રની લાઇનો, એઇમ્સનો મેઇન દરવાજો, એઇમ્સથી જામનગર રોડ સુધીનો ફોર લેન્ડ વિગેરે કામો અટકી પડયા છે.

દરમિયાન આવતીકાલે રાજકોટને એઇમ્સ મુદે દિલ્હીમાં મહત્વની મીટીંગ મળી રહી છે, તેમાં ગાંધીનગરથી આરોગ્ય અધીકારી ઉપરાંત રાજકોટના નોડલ અધીકારી અને સીવીલ સર્જન શ્રી મનીષ મહેતા ખાસ હાજરી આપશે.

દરમિયાન એઈમ્સ માટે પરાપીપળીયાની ૧૦ હજાર ચો.મી. જમીનના વળતર ચૂકવવાની સતા સીટી પ્રાંત-ર શ્રી જેગોડાને અપાઇ છે, જેની મુદત સપ્ટેમ્બરની ર૯મીએ પૂરી થાય છે, વળતર ચુકવ્યા બાદ જમીનનું સંપાદન રૂરલ પ્રાંત શ્રી ઓમપ્રકાશ દ્વારા કરાશે.

(3:15 pm IST)