Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ગ્રીનલેન્ડ ચોકડીએથી બ્રાન્ડેડ વ્હીસ્કીની બોટલો ભરેલા છકડા સાથે આશીફ ઝડપાયો

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. રઘુવીરસિંહ વાળા અને સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમીઃ કુલ રૂ. ૧,૩૦,૭૦૦નો મુદ્દામાલ કબ્જે : કુવાડવા પોલીસે ગવરીદડમાં નરેન્દ્ર પટેલને વાડીમાંથી ૯૨ બોટલ સાથે પકડ્યો

રાજકોટ તા. ૧૮: ક્રાઇમ બ્રાંચે વધુ એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો છે. ગ્રીનલેન્ડ ચોકડીએથી આશીફ મહમદભાઇ પરમાર (ઉ.૨૭-રહે. દૂધસાગર રોડ, ગુ.હા. બોર્ડ કિસ્મત પાન શેરી)ને છકડો રિક્ષા જીટીએકસ-૮૨૧૨માં રૂ. ૭૩,૨૦૦ના ૯૬ બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી લઇ દારૂ, છકડો, મોબાઇલ ફોન, પ્લાસ્ટીકના પાંચ કેરબા મળી કુલ રૂ. ૧,૩૦,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

પોલીસે જે બોટલો પકડી છે તેમાં એન્ટીકવીટી બ્લુ વ્હીસ્કી, રોયલ સ્ટેગ બેરેલ અને વેટ ૬૯ની બોટલોનો સમાવેશ થાય છે.  પોલીસ કમિશનર સંદિપસિંહ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં  પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, અશોકભાઇ ડાંગર સહિતે રાજેશભાઇ, સિધ્ધરાજસિંહ અને રઘુવીરસિંહની બાતમી પરથી આ કામગીરી કરી હતી.

ગવરીદડ વાડીમાં દરોડો

બીજા દરોડામાં એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં કુવાડવા પી.આઇ. પરમારઅ ને પીએસઆઇ ઝાલાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બુટાભાઇ, હિમરાજસિંહ અને રઘુવીરભાઇની બાતમી પરથી ગવરીદડ ગામના નરેન્દ્ર ઉર્ફ વિનુ નાથાભાઇ સોરઠીયા (પટેલ) (ઉ.૪૫)ને કનુભાઇ ગજેરાની વાડીમાંથી રૂ. ૩૯૨૦૦ના ૯૨ બોટલ દારૂ સાથે પકડી લઇ રૂ. ૩૦ હજારનું એકટીવા પણ કબ્જે કર્યુ હતું. દરોડામાં ટીમના દિલીપભાઇ, મનિષભાઇ, અજીતભાઇ, દેવેન્દ્રસિંહ સહિતના પણ સામેલ હતાં.

ભકિતનગર પોલીસે ૧૮ બોટલ સાથે સંતોષને પકડ્યો

ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, મહેન્દ્રભાઇ, વિક્રમભાઇ, મયુરસિંહ, ભાવેશભાઇ સહિતે સંતોષ ઉર્ફ ગોપાલ જગદીશભાઇ પાલા (ઉ.૨૦- રહે. હુડકો કવાર્ટર સી-૨૦૧)ને રૂ. ૯૦૦૦ના ૧૮ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(1:21 pm IST)