Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જંકશન પ્લોટ-ગાયકવાડીના દુકાનદારોએ દુકાનો અડધો દિવસ બંધ રાખી ધરણા કરતા- અટક

બોલો...હવે તો વેપારીઓને વિરોધ કરવાનો પણ હકક નથી...

રાજકોટઃ જંકશન પ્લોટ વેપારી મંડળ દ્વારા હેલ્મેટના વિરોધમાં સ્વયંભૂ બંધ રાખી પોતાનનો વિરોધ વ્યકત કરેલ હતો. વિરોધ દરમિયાન શાંતીથી એક જગ્યાએ પોતાના મંડળનું બેનર લઇ ઉભેલા વેપારીઓ તથા મંડળના હોદેદારોને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ હતી. વેપારીઓ દ્વારા પુછવામાં આવેલ અમે કોઇ જાતના શોર-શરાબા વગર શાંતીથી રોડની સાઇડમાં ઉભા છીએ તો કયા આધાર પર અમોની અટક કરવામાં આવેલ પરંતુ આ એવો સમય છે કે હવે વ્યકિત પોતાની વિરોધ પણ દર્શાવી શકતો નથી. મંડળના પ્રમુખ જયકીશનભાઇ આહુજા, મંત્રીશ્રી ગૌરવભાઇ પુજારા, કમીટીશ્રી હિમતભાઇ કિપલાણી, જેન્તીાભાઇ પટેલ, ચંદ્રકાંતભાઇ આહુજા, નીલેશભાઇ પરસાણી, અશોકભાઇ ઉદાણી, જીગ્નેશભાઇ જોટંગીયા,  (), કિશનભાઇ આહુજા, રમેશભાઇ  નડીયાપરા, મુકેશભાઇ પારવાણી, જસવંતભાઇ જાબરીયા, જસુભાઇ દોલાણી, ભરત વ્યાસ, સુનીલભાઇ બ્રિજલાણી, મહેશભાઇ મકવાણા, મકવાણા, મુકેશભાઇ આસવાણી, નરેશભાઇ ગંગવાણી, જયભાઇ ઉષાણી, મુકેશભાઇ વાજર, સચીનભાઇ સોલંકી, મોહનભાઇ કીશનાણી, વિગેરેની અટક કરવામાં આવી હતી.

(1:20 pm IST)