Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

બેડી માર્કેટયાર્ડની અટવાયેલી ૨૫ કરોડ સબસીડી ચુકવવા આદેશ

યાર્ડના શાસકોની રજુઆત અને કાનુની લડતને સફળતા

રાજકોટ તા ૧૮  :  ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા બેડીમાં બનાવાયેલ નવા માર્કેટ યાર્ડના નિર્માણ માટેની કેન્દ્રમાં અટવાયેલી સબસીડી મેળવવા બાબતની યાર્ડના શાસકોની લડત સફળતા તરફ છે. કેન્દ્ર સરકાર આ બાબતે નિર્ણાયક તબક્કે છે તેવા ત્રણે કાનુની લડતમાં પણ યાર્ડ તરફી પ્રતિભાવ મળ્યો છે.

બેડી યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે યાર્ડને રૂા ૨૦ કરોડની સબસીડીનો પ્રથમ હપ્તો ચુકવેલ બાકીની ૨૫ કરોડ આપવાની ના પાડી, જે આપેલી તેની પણ રીકવરીની કાર્યવાહી કરેલ અને જે તે વખતે રીકવરી સામે હાઇકોર્ટમાંથી સ્ટે મેળવી બાકીની સબસીડીની માંગણી ચાલુ રાખેલ. હાઇકોર્ટે અમારી માંગણી સ્વીકારી, બાકીની ૨૫ કરોડ રૂપિયા સબસીડી ચુકવવા માટે સરકારને હુકમ કરેલ છે. સબસીડી આવશે એટલે યાર્ડના વિકાસને વેગ મળશે.

(1:20 pm IST)